Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસાવધાન : જામનગરમાં દરેક 100 વ્યકિતએ 13 લોકો સંક્રમિત

સાવધાન : જામનગરમાં દરેક 100 વ્યકિતએ 13 લોકો સંક્રમિત

જામનગર શહેરમાં કોરોનાનો પોઝિટિવિટી દર છેલ્લા એક સપ્તાહથી ચિંતાજનક સ્તરે બની રહ્યો છે. જામનગરનો પોઝિટીવીટી દર 12.70 ટકા રહ્યો છે. અર્થાત શહેરના દરેક 100 વ્યકિત પૈકી 13 વ્યકિત કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. પાંચ ટકાથી ઉપરના પોઝિટિવિટી દરને ગંભીર સ્થિતિ માનવામાં આવે છે.

- Advertisement -

જામનગર શહેરના આપવામાં આવતા સતાવાર આંકડાઓ મુજબ 21 એપ્રિલથી 27 એપ્રિલના સાત દિવસ દરમ્યાન કુલ 19990 શંકાસ્પદ વ્યકિતઓનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 2537 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. એટલે કે, દર 100 ટેસ્ટે 12.70 લોકો પોઝિટીવ આવી રહયા છે. આ સમયગાળા દરમ્યાન શહેરનાં કુલ 44 દર્દીઓના સત્તાવાર મૃત્યુ થયા છે. જે તંત્ર દ્વારા કોરોના ડેથની આઇસીએમઆરની ગાઇડલાઇડન મુજબ જાહેર કરવામાં આવ્યા છે. આમ શહેરમાં મૃત્યુદર પણ ચિંતાજનક સ્તરે રહ્યો છે.

છેલ્લા કેટલાંક દિવસથી રાજયમાં અને દેશમાં કોરોનાના કેસનો આંકડો સ્ટેબલ થઇ રહ્રયો છે. અમદાવાદને બાદ કરતાં રાજયના અન્ય મહાનગરોમાં પણ નવા કેસ સ્ટેબલ થયા છે. અથવા તો તેમાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે જામનગર શહેરમાં વિપરીત સ્થિતિ પ્રવર્તી રહી છે. અહીં છેલ્લા એક સપ્તાહથી નવા કેસમાં સતત વધારો થઇ રહયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં લાંબુ વેઇટિંગ ચાલી રહયું છે જે જામનગર શહેર માટે ખતરાની ઘંટડી સમાન છે. કોરોનાને અંકુશમાં લેવામાં જામનગરનું તંત્ર વધુ લચર જણાઇ રહયું છે. રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર જેવા શહેરોમાં સંક્રમણ કાબુમાં આવતું જણાય રહયું છે. ત્યારે જામનગરમાં સંક્રમણ વિસ્તરી રહયું હોય તેમ આંકડાઓ પરથી ફલિત થઇ રહયું છે.

- Advertisement -

રાજકોટ, વડોદરા જેવા શહેરોની વસતી જામનગરથી ત્રણથી ચાર ગણી વધારે હોવા છતાં ત્યાં જામનગર જેટલાં જ પોઝિટીવ કેસ છેલ્લાં કેટલાંક દિવસથી નોંધાઇ રહયા છે. ત્યારે વસતીની સાપેક્ષમાં જોઇએ તો જામનગરનો પોઝિટિવિટી દર ઘણો ઉંચો ગણાય આ સ્થિતિ ખરેખર ચિંતાજનક છે.

તંત્ર આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે તે જાણી શકાયું નથી કેમ કે, સ્થાનિક તંત્રોએ પોતે શું કરી રહયા છે ? કેવી તૈયારીઓ છે અને શું પ્લાન છે ?તેની વિગતો મિડિયાને આપવાનું બંધ કરી દીધું છે. પત્રકારો પોતાની રીતે પ્રયાસો કરીને સાચી જાણકારી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ તો જામનગરની સ્થિતિ તેની વિગતો મીડિયાને આપવાનું બંધ કરી દીધું છે. પત્રકારો પોતાની રીતે પ્રયાસો કરીને સાચી જાણકારી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહયા છે. હાલ તો જામનગરથી સ્થિતિ એલાર્મિંગ હોવાનું આંકડાઓ સજેસ્ટ કરી રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular