Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સરકારી તેમજ ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટની વ્યવસ્થા કરવા માંગણી

જામનગરમાં સરકારી તેમજ ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટની વ્યવસ્થા કરવા માંગણી

- Advertisement -

જામનગરમાં સરકારી તેમજ ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ કિટ ખલાસ હોય, આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવા જામનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રવક્તા ભરતભાઇ વાળા દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

જેમાં જણાવ્યું છે કે, જામનગરમાં સરકારી જી.જી. હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર અને ખાનગી લેબોરેટરીમાં અત્યારે આરટીપીસીઆર અને સીટી સ્કેન કરાવવા માટે કોરોનાના દર્દીઓને દર-દર ભટકવું પડે છે. પ્રધાનમંત્રીએ રાજ્યને 70 ટકા આરટીપીસીઆર ટેસ્ટ કરવા સૂચના આપવામાં આવી છે. પરંતુ મોટાભાગના એન્ટીજન રેપીડ ટેસ્ટમાં પોઝિટીવ આવેલ દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવતાં નથી. સામાન્ય દવા આપીને રવાના કરી દેવામાં આવે છે. ત્યારે દર્દીઓને ના છૂટકે ખાનગી દવાખાનાઓમાં મોંઘીદાટ સારવાર કરાવાની ફરજ પડે છે. ત્યારે તંત્ર દ્વારા જરૂરી આરટીપીસીઆર ટેસ્ટ અને સીટી સ્કેનની વ્યવસ્થા કરાવવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular