Tuesday, December 31, 2024
Homeરાજ્યઓક્સિજન લેવલ 37 થઈ ગયું..! દર્દીની હિંમત અને તબીબ સ્ટાફની જહેમત સફળ…

ઓક્સિજન લેવલ 37 થઈ ગયું..! દર્દીની હિંમત અને તબીબ સ્ટાફની જહેમત સફળ…

લતીપુર પીએચસીના કર્મચારીની કાબીલેદાદ સારવાર - સેવા : જી.જી. હોસ્પિટલમાં સારવાર બાદ કોરોનાને માત આપી

- Advertisement -

કોરોના સંક્રમણને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને કારણે તમામ જગ્યાએ કોરોનાનો ડર ફેલાયેલ છે પરંતુ કોરોના સામે હિંમતપૂર્વક વિશ્વાસ રાખીને સારવાર લેવામાં આવે તો ગમે તવી પરિસ્થિતિમાં પણ સારવાર કારગત નિવડે છે. અને કોરોનાગ્રસ્ત દર્દી તેમાંથી મુકિત મેળવે છે. તેવો કિસ્સો ધ્રોલ તાલુકાના લતીપુરના યુવાન જગદીશભાઈ બચુભાઈ રામાણીએ પુરો પાડેલ છે.

- Advertisement -

ધ્રોલ તાલુકાના લતીપુર ગામે પીએસસી સેન્ટરમાં થોડાક દિવસ અગાઉ જગદીશભાઈ રામાણીને સાંજે 5 વાગ્યાના અરસામાં લઈ આવવામાં આવ્યા હતાં જ્યાં તેમના લક્ષણો જોતા કોવિડ 19 નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો તેમજ ઓકિસજન લેવલ 40 ટકા જ હતું. આથી લતીપુર પીએચસીના મેડીકલ ઓફિસર ચાંદનીબેન સોજીત્રાએ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવા જણાવતા દર્દી જગદીશભાઈને ટ્રાન્સફર કરવા માટે વાહનની તપાસ કરી પરંતુ કોઇ જ વ્યવસ્થા થઈ શકી ન હતી. આથી પીએચસી સેન્ટર લતીપુરના કર્મચારી શુભમભાઈ આશાએ કોઇપણ જાતનો સમય નહીં બગાડતા તાત્કાલિક નિર્ણય લઇને પોતાના મોટરસાઈકલ ઉપર ધ્રોલ હોસ્પિટલ ખાતે લઇ આવતા જ્યાં દર્દીનું ઓકિસજન લેવલ 37 ટકા આવતા પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક જી.જી.હોસ્પિટલ ખાતે લઇ જવા જગદીશભાઈના કુટુંબીજનોએ ફરીથી ધ્રોલથી જામનગર જવા માટે પ્રયત્નો શરૂ કરતા ધ્રોલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ટાયર ફાટી ગયેલ હોય જેથી બંધ હતી. તેથી 108 ની તપાસ કરવામાં આવતા તમામ 108 ની ગાડીઓ બે થી ત્રણ કલાક પછી આવી શકે તેવી સ્થિતિ હતી.

તે દરમિયાન લતીપર પીએચસી સેન્ટરના કાર્યકર ભરતભાઈ ધ્રોલ હોસ્પિટલે પહોંચી અને લતીપુરના મેડીકલ ઓફિસરનો સંપર્ક કરીને પરિસ્થિતિની જાણ કરતા તેઓ તરફથી જગદીશભાઇને મોટીવેશન આપીને લાંબા શ્વાસ લેવડાવીને ફરી પાછુ ઓકિસજન લેવલ 50 ટકા કરતા વધારે પહોંચાડયું હતું.

- Advertisement -

અંતે જામનગર જવા માટે ધ્રોલ નગરપાલિકાના વાહનની વ્યવસ્થા થતા જામનગર જી. જી. હોસ્પિટલ ખાતે રાત્રે 11 વાગ્યે પહોંચાડવામાં આવ્યા હતાં જ્યાં ફરજ પરના ડોકટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. આ રીતે ઓકિસજનની ગંભીર પરિસ્થિતિમાં પણ તેઓની હિંમત અને વિશ્ર્વાસ અને મેડીકલ કર્મચારીઓના સાથ સહકારથી તેઓની તબીયત સુધારા ઉપર આવતા જામનગર ખાતે નવ દિવસના રોકાણ પછી કોરોનાને હરાવીને જગદીશભાઇએ પોતાના ઘરે પરત આવી ગયા હતાં આ રીતે માનસિક રીતે મજબુત બનીને તેઓએ સમગ્ર કોરોનાના દર્દીઓને એક પ્રેરણારૂપ દ્રષ્ટાંત પૂરુ પાડેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular