Friday, December 27, 2024
Homeવિડિઓતસ્કરોએ જવેલર્સને બનાવ્યો શિકાર,ભર બપોરે 1કરોડનાં દાગીનાની લુંટ ચલાવી : જુઓ CCTV

તસ્કરોએ જવેલર્સને બનાવ્યો શિકાર,ભર બપોરે 1કરોડનાં દાગીનાની લુંટ ચલાવી : જુઓ CCTV

- Advertisement -

રાજકોટમાં આવેલ સંત કબીર રોડ પર એક જવેલર્સની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી દોઢ કિલો સોનું જેની કિંમત આશરે1 કરોડના દાગીનાની લુંટ કરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટના સંત કબીર રોડ પર ચંપકનગરમાં આવેલ શિવ જવેલર્સમાં તસ્કરોએ ત્રાટકીને જવેલર્સને ધમકાવી બંદુક બતાવી 1કરોડની કિંમતના દોઢ કિલો સોનાની લુંટ ચલાવી ફરાર થયા છે. આ ઘટના બપોરના સાડા ત્રણ વાગ્યાના સમય આસપાસની છે. જવેલર્સના માલિકે પોલીસને જણાવ્યા અનુસાર બપોરના સમયે ત્રણ જેટલા શખ્સો તેની દુકાનમાં આવ્યા હતા અને વીંટી બતાવવાનું કહી બંદુક બતાવી સોનાની લુંટ કરી હતી.બનાવની જાણ થતાં પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અને સીસીટીવીના આધરે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular