કોરોનાના વધી રહેલા સંક્રમણને કારણે અનેક રાજ્યોમાં લોકડાઉન તેમજ કર્ફ્યું લગાવવામાં આવ્યા છે. ત્યારેકર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પાએ આવતીકાલથી એટલે કે મંગળવારની રાતથી 14 દિવસ માટે રાજ્યમાં ‘ક્લોઝ ડાઉન’ ની ઘોષણા કરી છે. આવતીકાલે રાત્રે 9 વાગ્યે લોકડાઉન શરૂ થશે. લોકડાઉન દરમિયાન, જરૂરી પ્રવૃત્તિઓને માત્ર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી જ મંજૂરી આપવામાં આવશે. સીએમએ જણાવ્યું હતું કે સવારે 10 વાગ્યાથી દુકાનો બંધ રહેશે. લોકડાઉન દરમિયાન બાંધકામ, ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રના લોકોને જ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ રહેશે. આ સિવાય કર્ણાટકમાં 18 થી 45 વર્ષના લોકોને પણ વિનામૂલ્યે વેક્સીન આપવામાં આવશે. 45 વર્ષથી ઉપરના તમામ લોકોને પહેલાથી જ ફ્રીમાં વેક્સીન આપવામાં આવી રહી છે.
કર્ણાટકમાં, કોવિડ -19 ને કાબૂમાં રાખવા માટે શનિવાર અને રવિવારે કર્ફ્યુ લાદવામાં આવ્યું હતું. પ્રશાસન દ્વારા લોકોને સવારે 6 થી 10 દરમિયાન દૂધ, કરિયાણા, શાકભાજી જેવી આવશ્યક ચીજો ખરીદવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સિવાય મોટાભાગે લોકો ઘરોમાં જ રહ્યા હતા. ત્યારે આવતીકાલે રાત્રીના 9 વાગ્યાથી 14 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કર્ણાટક પહેલા મહારષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્હીમાં પણ લોકડાઉન લાગુ છે. અને ઘણા રાજ્યોમાં વિકેન્દ લોકડાઉન પણ લાગુ છે. કર્નાટકમાં રોજે કોરોનાના 10,000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે તેને કાબુમાં લેવા માટે અહીં લોકડાઉન લગાવવામાં આવ્યું છે.