બેન્ક લોનની વૃદ્ધિમાં સતત બીજા વર્ષે ઘટાડો થયો છે અને તે લઘુત્તમ સ્તરે પહોંચી ગયું છે. નાણાકીય વર્ષ 2020-21માં તેમાં ફક્ત 5.56 ટકા વધારો થયો છે, જે 59 વર્ષનું સૌથી નીચું સ્તર છે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે સરકાર સરળ લોન સિસ્ટમ દ્વારા કોવિડ -19 ની અસરને પહોંચી વળવા પ્રોત્સાહન આપી રહી છે.SBI રિસર્ચની રિપોર્ટમાં આવું કહેવામાં આવ્યું છે.
નાણાકીય વર્ષ 2020-21માં કુલ લોન ઉપાડ રૂ. 109.51 લાખ કરોડ રહ્યો. લોનની વૃદ્ધિ 2019-20 કરતા ઓછી છે. તો આ સમયગાળમાં લોનમાં 6.14% નો વધારો હતો અને તે 58 વર્ષના નીચા સ્તરે હતો. આ પહેલા, નાણાકીય વર્ષ 1961-62માં લોન વૃદ્ધિ ઓછામાં ઓછી 5.38% હતી.
SBI રિસર્ચે ભારતીય રિઝર્વ બેંકના આંકડાને ટાંકીને જણાવ્યું છે કે, બેંકોમાં થાપણો 2020-21માં 11.4% વધીને 151.13 લાખ કરોડ રૂપિયા રહી છે, જે 2019-20 માં 7.93% થઇ હતી.
SBI રિસર્ચ રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2007-08માં લોન અને ડિપોઝીટમાં શ્રેષ્ઠ વૃદ્ધિ નોંધાઈ હતી. તે સમયે, થાપણોમાં જ્યા 22.4% નો વધારો થયો હતો, ત્યાં લોન ઉપાડમાં 22.3% નો વધારો થયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2020-21 નાં પહેલા ભાગમાં લોન ઉપાડ પર રોગચાળાની અસર થઈ હતી કારણ કે તે સમયે અર્થતંત્ર બંધ હતું. બીજા ભાગમાં નવેમ્બર પછી થોડી વૃદ્ધિ નોંધાઈ છે. રિપોર્ટ અનુસાર, આમ હોવા છતાં, 2020-21માં લોનમાં વૃદ્ધિ માત્ર 5.56% રહી, જે 59 વર્ષનાં સૌથી નીચા સ્તરે છે. 2019-20માં આ વૃદ્ધિ 6.14% હતી. વર્ષ 2020-21માં ડિપોઝિટમાં વૃદ્ધિ દર 11.4% રહ્યો જે 2019-15માં 7.93% હતો, નાણાકીય વર્ષ 2019-20 માં ડિપોઝિટ રૂ .135.71 લાખ કરોડ રહી હતી.