જામનગર મહાનગરમાં કોરોનાની હાલની પરિસ્થિતીને ધ્યાને લઈ મેયર બીનાબેન કોઠારી દ્વારા મહાનગરપાલિકા સંચાલીત વિવિધ આરોગ્ય કેન્દ્રો પૈકી ગુલાબનગર આરોગ્ય કેન્દ્ર તેમજ ગોમતીપુર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન આરોગ્ય કેન્દ્ર ઉપરથી નાગરિકોને વેકસીનેશન, કોરોના અંગેના જરૂરી રીપોર્ટ, દવાઓનું વિતરણ વિગેરે જેવી સુવિધાએ આપવામાં આવે છે તેની સમીક્ષા કરવામાં આવી. તેમજ આ મુલાકાત દરમ્યાન આવતા નાગરિકોને કોઈ પણ સમસ્યા ન પડે તે અંગેની જરૂરી સુચનાઓ પણ સ્થળ પરના આરોગ્ય કેન્દ્રના ઈન્ચાર્જઆને આપવામાં આવી હતી.
વિશેષમાં વેક્સીનેશન તેમજ જરૂરી મેડીકલ સાધનોની કીટોની જરૂરીયાતો પ્રમાણે આરોગ્ય કેન્દ્ર પર મંગાવી તેની વિશેષ કાળજી રાખવા પણ લગત આરોગ્ય અધિકારીને સુચના આપવામાં આવી હતી.તેમજ આરોગ્ય કેન્દ્રોની સારી કામગીરીને બિરદાવવાની સાથે સાથે આરેગ્ય કેન્દ્રો પર કામ કરતા આરેગ્યકર્મીઓને પણ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. આ મુલાકાત દરમ્યાન મેયર બીનાબેન કોઠારી તેમજ આરોગ્ય વિભાગના ડો.પંચાલ સાથે ઉપસ્થિત રહ્યા હતાં.