દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન કુલ 68 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં ખંભાળિયામાં 31, ભણવડમાં 18, દ્વારકામાં 12 તથા કલ્યાણપુરમાં 7 દર્દીનો સમાવેશ થાય છે. આ વચ્ચે બે દિવસના સમયગાળામાં ખંભાળિયાના 13, કલ્યાણપુરમાં 9, દ્વારકાના 5 અને ભાણવડના 2 મળી કુલ 29 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 449 તથા કુલ મૃત્યુ આંક 94 નો યથાવત રહ્યો છે.