Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં 860 દર્દીઓએ કોરોનાને માત આપી

જામનગર જિલ્લામાં 860 દર્દીઓએ કોરોનાને માત આપી

શનિ-રવિ દરમિયાન 285 અને ગ્રામ્યમાં 575 દર્દીઓ સાજા થયા : 48 કલાકમાં 1313 વ્યકિતઓને કોરોના પોઝિટિવ : જિલ્લામાં કુલ 26 ના મૃત્યુ

- Advertisement -

જામનગરમાં છેલ્લાં 48 કલાક દરમિયાન શહેર અને જિલ્લામાં કુલ 1313 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે 860 દર્દીઓએ કોરોનાને માત આપી છે તેમજ જિલ્લામાં 26 લોકોના મોત નિપજયાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં કોરોના સંક્રમણ દિવસને દિવસે વકરતું જાય છે. જેને કાબુમાં લેવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત જિલ્લામાં ઓકિસજનયુકત નવી હોસ્પિટલો તૈયાર કરવાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તેમાં આશરે 500 બેડની સુવિધા વધારવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

- Advertisement -

કોરોના મહામારીને બીજી લહેર વધુ ઘાતક બની રહી છે અને આ લહેરે સમગ્ર દેશમાં કાળો કહેર વર્તાવ્યો છે જેના કારણે હોસ્પિટલોમાં પરિસ્થિતિ સતત વકરતી જાય છે અને સૌથી ગંભીર બાબત એ છે કે, ઓકિસજનની અપૂરતી આવકને કારણે દર્દીઓને પરેશાની ભોગવવી પડે છે અને પરિણામે મૃત્યુઆંક સતત વધતો જાય છે. જામનગર શહેર અને જિલ્લામાં 48 કલાક દરમિયાન કુલ 1313 પોઝિટિવ કેસ નોંધાયા હતાં જેમાં શહેરમાં શનિ-રવિ દરમિયાન 371 અને 388 તથા ગ્રામ્ય વિસ્તારમાં 268 અને 286 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે શનિ-રવિ દરમિયાન જામનગર શહેરમાં 145 અને 140 મળી કુલ 285 દર્દીઓ સાજા થયા હતાં અને ગ્રામ્ય વિસ્તારમાં 286 અને 289 મળી કુલ 575 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ઉપરાંત આ 48 કલાકમાં શહેરમાં 12 અને ગ્રામ્ય વિસ્તારમાં 14 મળી કુલ 26 દર્દીઓના કોરોનાથી મોત થયાનું તંત્ર દ્વારા જાહેર કરાયું છે. ઉપરાંત સરકારી ચોપડે ન નોંધાયેલા હોય તેવા બે દિવસ દરમિયાન 175 દર્દીઓના મોત થયા છે. જો કે, આ તમામ મોત કોવિડથી થયા કે અન્ય કોઇ બીમારીના કારણે થયા છે ?

ગુજરાત રાજ્યમાં છેલ્લાં એક માસથી કોરોના સંક્રમણ વધતું જાય છે અને પોઝિટિવ કેસોની સંખ્યાની સાથે સાથે મૃત્યુદર પણ વધતો જાય છે. પ્રથમ લહેર કરતા કોરોનાની આ બીજી લહેર ઝડપી અને ઘાતક બની ગઈ છે જેને અટકાવવા માટે વિશ્વનો એક પણ દેશ સફળ રહ્યો નથી. રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 14097 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે 152 દર્દીઓના મોત નિપજ્યા છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 5617 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં 2321, વડોદરા કોર્પોરેશન 523, રાજકોટમાં 462 પોઝિટિવ કેસ નોંધાયા છે અને તેની સામે રાજ્યમાં 6479 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. રાજ્યમાં 24 કલાક દરમિયાન અમદાવાદ અને સુરત કોર્પોરેશનમાં 25-25 અને વડોદરા કોર્પોરેશનમાં 9, રાજકોટ અને જામનગર કોર્પોરેશનમાં 8-8 મોત તથા જામનગરમાં 7, સુરેન્દ્રનગર અને સાબરકાંઠામાં 6-6, વડોદરા-મોરબીમાં 5-5, મહેસાણા-ભાવનગર કોર્પોરેશન-ભાવનગર-રાજકોટમાં 4-4, સુરત-બનાસકાંઠા-ડાંગમાં 3-3 અને પાટણ-જૂનાગઢ કોર્પોરેશન-ગાંધીનગર – જૂનાગઢ- મહિસાગર – વલસાડ- અમરેલી-અરવલ્લી-દેવભૂમિ દ્વારકામાં 2-2 અને તાપી-આણંદ-અમદાવાદ-પોરબંદર-બોટાદમાં એક-એક વ્યકિતઓના મોત નિપજયા હતાં તેમજ રાજ્યમાં રવિવારે 169366 વ્યકિતઓને કોરોનાની રસી આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular