દ્વારકા જિલ્લામાં પણ કોરોનાનું વધી રહ્યું હોય, આ સંદર્ભે જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ પ્રકારના પ્રસંગોમાં માર્યાદિત સંખ્યામાં લોકોની પરિસ્થિતિ અંગે ચોક્કસ પ્રકારનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરમાં નૂતન ધ્વજારોહણ પ્રસંગે 50 વ્યક્તિઓની જ ઉપસ્થિતિ હોવા અંગેના જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી, વધુ પડતા લોકોને ઘ્વજારોહણ પ્રસંગમાં લાવવા બદલ દ્વારકા પોલીસે દ્વારકાના રહીશ એવા મેનેજર ભરતભાઈ ખેરાજભાઈ મકવાણા, આણંદ જિલ્લાના ખંભાત ખાતે રહેતા દીક્ષિત રમેશભાઈ પટેલ અને સૂર્યકાંત મગનલાલ પટેલ નામના કુલ ત્રણ આસામીઓ સામે કલમ 188, 269 તથા એકેડેમી એક્ટની કલમ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત કોરોના સંદર્ભે જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ખંભાળિયામાં કનકસિંહ વિક્રમસિંહ જાડેજા, જેશા મહેશ માયાણી અને કિશન રણમલ લગારિયા સામે, તાલુકાના વાડીનાર ગામે કરશન રાજશી ગોજીયા સામે અને અજીજ ઈશાક સંઘાર સામે સલાયા મરીન પોલીસે કલમ 188 મુજબ ગુનો નોંધ્યો છે.
આ જ રીતે ભાણવડમાં બાવા હુશેન હિંગોરા દ્વારકામાં બોઘાભા અરજણભા માણેક અને પ્રતાપ અરજણભાઈ ઘોઘલીયા સામે, ઓખામાં યશ રમેશભાઈ અગ્રાવત અને આદેશ પ્રકાશભાઈ રાઠોડ સામે જ્યારે કલ્યાણપુર તાલુકામાં મુકેશ ગોપાલદાસ હિંડોચા, ભરત મનુભાઇ રાઠોડ, રીયાજ નુરા વસા અને રણછોડભાઈ જેરામભાઈ કણજારીયા સામે સ્થાનિક પોલીસે શનીવારે કલમ 188 વિગેરે મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.