ગુજરાત સહીત દેશભરની કોવીડ હોસ્પિટલોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે. ત્યારે ગતરાત્રીના રોજ સુરતમાં આવેલ આયુષ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં આગ ફાટી નીકળી હતી. પરંતુ સદનસીબે જાનહાની ટળી હતી. આઈસીયુમાં સારવાર લઇ રહેલ 12 જેટલા દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.
સુરતના લાલ દરવાજા સ્થિત આયુષ હોસ્પિટલમાં ગતમોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. ડોક્ટર હાઉસ પાસે પાચમાં માળે આવેલ હોસ્પિટલમાં આગફાટી નીકળતા 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોચી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી. સદનસીબે જાનહાની ટળી હતી. બાદમાં આઈસીયુમાં સારવાર લઇ રહેલ 12 જેટલા દર્દીઓને સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પાંચમા માળે ACમાં બ્લાસ્ટ થતાં ICUમાં આગ લાગી હતી. જેની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગતા હોસ્પિટલનો સ્ટાફ અને અન્ય કર્મચારી અગાસી પર પહોંચી ગયા હતા. જો કે રાજ્યની હોસ્પિટલોમાં આ અગાઉ પણ અનેક વખત આગ લાગી ચુકી છે. સુરત, બરોડા, અમદાવાદ, જામનગર ઉપરાંત રાજકોટની કોવીડ હોસ્પિટલમાં પણ કોઈને કોઈ કારણોસર આગ લાગતા અનેક દર્દીઓએ જીવ પણ ગુમાવ્યા છે.