તમાકુ અને દારુના બંધાણીઓ ગમે તે સ્થિતિમાં હોય પણ વ્યસન છોડવાનુ તેમના માટે મુ્શ્કેલ હોય છે.કોરોના કાળમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ છે તેવા સમયે તમાકુના એક બંધાણીનો વાયરલ થઈ રહેલો વિડિયો ભારે ચર્ચામાં છે. વિડીઓમાં જોઈ શકાય છે કે આ દર્દી વેન્ટિલેટર પર છે, ઓક્સિજન માસ્ક પહેરેલ છે અને ડોક્ટર તથા નર્સ તેની ટ્રિટમેન્ટ કરી રહ્યા છે અને તેવા સમયે પણ તે પોતાના હાથમાં તમાકુ મસળી રહ્યો હતો. એક આઈપીએસ અધિકારીએ આ વિડિયો પોસ્ટ કરીને લખ્યુ હતુ કે, છોડેંગે ના હમ તેરા સાથ, હો સાથી મરતે દમ તક. આ વિડીઓમાં અમુક લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે તો અમુકતેની મજાક પણ ઉડાવી રહ્યા છે.