Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતવાહનચાલકો માટે મહત્વના સમાચાર, પૂરતા દસ્તાવેજ નહી હોય તો પોલીસ ફટકારશે દંડ

વાહનચાલકો માટે મહત્વના સમાચાર, પૂરતા દસ્તાવેજ નહી હોય તો પોલીસ ફટકારશે દંડ

- Advertisement -

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્રારા રાજ્યના વાહનચાલકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું છે કે જે વાહન ચાલકો પૂરતા ડોક્યુમેન્ટ વગર જઈ રહ્યા હશે તેમના પાસેથી ઉચ્ચ રકમનો દંડ વસુલીને તેમને જવા દેવામાં આવશે. જેમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલર માટે રૂ. 500 જ્યારે ફોર વ્હીલર વાહનો માટે 1000 રૂ. વસૂલ કરવામાં આવશે.

- Advertisement -

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના સંક્રમણના સંજોગોમાં રાજયમાં પોલીસ તંત્ર દ્વારા એન્ફોર્સમેન્ટ, સર્વેલન્સ અન્વયે પકડવામાં આવતા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલ કરવાની સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રી સમક્ષ એવી વ્યાપક રજૂઆતો આવી હતી કે, કોરોના સમયમાં પોતાના સગા સંબંધીઓને સારવાર માટે લાવવા-લઇ જવા ઘણીવાર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર તેમજ ફોર વ્હીલર લઇને જતા-આવતા નાગરિકો પાસે પોતાના વાહનોના દસ્તાવેજો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોતા નથી.

આવા સંજોગોમાં આર.ટી.ઓ.ના નિયમ અનુસાર આવા વાહન ચાલકોના વાહનો જપ્ત કરવામાં આવે છે અને તેને છોડાવવાની પ્રક્રિયામાં લાંબો સમય જાય છે. જેથી વિજય રૂપાણી દ્રારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે રસ્તા પર જઈ રહેલ ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે રૂ. ૫૦૦ અને ફોર વ્હીલર વાહનો માટે રૂ. ૧૦૦૦ નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે. હવેથી આવા વાહનો માટેના જરૂરી દસ્તાવેજો ૧૫ દિવસમાં રજૂ કરી શકાશે તેમ પણ જણાવ્યું છે. કોરોના મહામારીને ધ્યાનમાં લેતા આરટીઓ પર લાંબી લાઈનો ન લાગે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના વાહન વ્યવહાર વિભાગે આ અંગેનું જાહેરનામું બહાર પાડયું છે. જે મુજબ રાજયમાં પોલીસ અધિકારીઓ કોવિડ-૧૯ સંક્રમણ નિયંત્રણના કડક પગલાંઓ રૂપે મોટર વ્હીકલ એકટ-૧૯૮૮ અન્વયે ડીટેઇન કરાયેલા વાહનો માટે આ ઉચ્ચક દંડ વસૂલ કરી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular