રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!
દેશભરમાં ફરી કોરોના સંક્રમણની બીજી લહેરમાં વિસ્ફોટ થતાં કટોકટીની પરિસ્થિતિ ઊભી થતાં અને મહારાષ્ટ્રમાં કેસોમાં અસાધારણ વધારાના પરિણામે ફરી લોકડાઉનના પગલાં લેવાની રાજય સરકારને ફરજ પડતાં તેમજ ગુજરાત સહિતના રાજયોમાં પણવણસતી પરિસ્થિતિને લઈ આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા ફરી દેશભરમાં લોકડાઉનના પગલાં લેવાયએવી બતાવાતી શકયતાએ વચ્ચે બેંકોની એનપીએમાં ફરી જંગી વધારો થવાના અંદાજોએ ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ભારે બે તરફી અફડા તફડી જોવા મળી હતી.
દેશમાં કોરોનાના પરિણામે આર્થિક મોરચે વૃદ્વિમાં પીછેહઠના અંદાજો છતાં કોરોનાને માત આપવા દેશમાં સ્થાનિક બે વેક્સિન સિવાય અન્ય વિદેશી વેક્સિનોને સરકાર મંજૂરી આપી હોઈ અને આગામી દિવસોમાં ફરી કોરોના કાબૂમાં આવી જવાની અપેક્ષા અને આર્થિક વૃદ્વિ વેગ પકડશે એવા અંદાજો સાથે આગામી દિવસોમાં વેક્સિનેશન પ્રોગ્રામ વેગ પકડવાથી કોરોનાના સંક્રમણને વધતું અટકાવી શકાશે એવી અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
લોકડાઉન હળવી થયા પછી અર્થવ્યવસ્થા ફરી પાટા પર આવી ગઈ હતી, પરંતુ ફરી એકવાર કોરોના કેસ સતત વધી રહ્યા છે. કોરોના રોગચાળાની બીજી લહેરએ આર્થિક રિકવરીની ગતિ ફરી ધીમી કરી દીધી છે. રાજ્યો દ્વારા કોરોના ચેપને રોકવા માટે લોકડાઉન કરવાને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને બેરોજગારી વધી છે. કોરોના સંક્રમણને ફેલાતું રોકવા માટે ઘણા રાજ્યોના શહેરોમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. જેના પગલે બેકારી દરમાં વધારો થયો છે.
માર્ચ માસથી કોરોનાની બીજી લહેરની અસર શહેરી રોજગાર પર જોવા મળી રહી છે. જેના કારણે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોનાં શહેરોમાં આંશિક લોકડાઉન અથવા નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. દિલ્હી, મુંબઇ જેવા મોટા શહેરોમાં મોલ, રેસ્ટોરન્ટ, બાર જેવા જાહેર સ્થળોએ કોરોના નિયમોનું સખત પાલન કરાવવાથી શહેરી રોજગારમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે, અને આગામી દિવસોમાં વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
કોરોનાની બીજી લહેરને કારણે દેશના વિવિધ રાજ્યોમાં લાગુ કરાયેલા નિયમનકારી પગલાંને પરિણામે આર્થિક પ્રવૃત્તિઓ પર અસર પડી રહી છે જેને લઈને ઈક્રાએ તેના અંદાજોમાં ફેરબદલ કરવાની ફરજ પડી છે. રેટિંગ એજન્સી ઈક્રાએ વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દર અડધો ટકો ઘટાડી ૧૦ થી ૧૦.૫૦%ની વચ્ચે રહેવા અંદાજ મૂકયો છે. આ અગાઉ એજન્સીએ આર્થિક વિકાસ દર ૧૦થી ૧૧%ની વચ્ચે રહેવા ધારણાં મૂકી હતી. દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોએ નિયમનકારી પગલાં હાથ ધર્યા છે. વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૧-૨૨ના પ્રથમ ત્રિમાસિક ગાળાનો આર્થિક વિકાસ દર અગાઉ ૨૭.૫૦% રહેવા અંદાજાયો હતો. પરંતુ કોરોનાના કેસોમાં જોરદાર વધારો થતાં વિકાસ દર ૨૦ થી ૨૫%ની વચ્ચે રહેશે એમ એજન્સી દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું હતું.
નવા કેસોને કારણે કન્ઝયૂમર કોન્ફીડેન્સ ઈન્ડેકસમાં ઘટાડો થયો છે અને ટૂંકા ગાળાના આઉટલુકને લઈને ફરી અનિશ્ચિતતા ઊભી થઈ છે. માર્ચ ૨૦૨૧માં વિમાની ઊતારૂઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો અને એપ્રિલમાં જીએસટી-ઈ વે બિલ્સ, વીજ માગ તથા વાહનોના રજિસ્ટ્રેશનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જે કોરોનાના વધી રહેલા કેસોની અર્થતંત્ર પર અસર પડી રહ્યાનું સૂચવે છે. ફેબ્રુઆરી માસની સરખામણીએ માર્ચમાં અર્થતંત્રમાં સુધારો જોવાયો હતો. પરંતુ આ સુધારો એપ્રિલમાં નબળો પડી રહેલો જણાય છે. કોરોનાની બીજી લહેર તથા તેને કારણે લેવાઈ રહેલા નિયમનકારી પગલાંઓને લઈને ઘરેલું તથા વૈશ્વિક રેટિંગ એજન્સીઓ વર્તમાન નાણાં વર્ષ માટેના ભારતના આર્થિક વિકાસ દરના અંદાજોમાં ઘટાડો કરી રહ્યા છે.
બજારની ભાવી દિશા….
એફપીઆઈઝ દ્વારા ગત નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં શેરોમાં રેકોર્ડ રોકાણ થકી વિક્રમી તેજી કરવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારોએ ચાલુ નાણાકીય વર્ષમાં મોટાપાયે શેરોમાં નફારૂપી વેચવાલી શરૂ કરી છે. વૈશ્વિક બોન્ડ માર્કેટમાં અફડાતફડીના કારણે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા ભારતીય શેરબજારમાંથી ચાલુ મહિના એપ્રિલમાં અત્યાર સુધીમાં ૧.૦૯ અબજ ડોલરનું રોકાણ પાછું ખેચ્યું છે. માર્ચ ૨૦૨૦માં રેકોર્ડ માસિક વેચાણ બાદ જો એપ્રિલ ૨૦૨૧માં ફોરેન ફંડોનું રોકાણ પાછું ખેંચવાનું ચાલુ રહ્યું તો આ રેકોર્ડ વેચાણ નોંધાઈ શકે છે.
સ્થાનિક શેરબજારમાં માસિક ધોરણે બે વખત જ એપ્રિલ ૨૦૨૦માં ૫૩.૫૦ કરોડ અને સપ્ટેમ્બર ૨૦૨૦માં ૭૬.૭૦ કરોડ ડોલરની રોકાણ જાવક નોંધાઈ હતી. બાકીના મહિનાઓમાં શેરોમાં એફપીઆઈઝનું ચોખ્ખું રોકાણ થયું છે. કોરોનાની બીજી ખતરનાક લહેરના પરિણામે પરિસ્થિતિ અત્યંત વિકટ હોવાથી આગામી દિવસોમાં ભારતના અર્થતંત્ર પર માઠી અસર પડવાનું નક્કી હોઈ શકય છે કે આગામી દિવસોમાં ફોરેન ફંડોની શેરોમાં મોટાપાયે વેચવાલી જોવા મળી શકે છે.
કોરોના સંક્રમણથી ફરી વિશ્વ ઘેરાઈ રહ્યું હોઈ વિશ્વભરમાં ફરી લોકડાઉનની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ રહી હોઈ અને ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, પંજાબ, મધ્ય પ્રદેશ સહિતના રાજયોમાં કોરોનાના વિસ્ફોટે પરિસ્થિતિ કાબૂ બહાર જવા લાગી હોઈ આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ સહિતના રાજયોમાં ચૂંટણી સંપન્ન થયા બાદ વણસતી પરિસ્થિતિને લઈ ફરી લાંબા લોકડાઉનની બતાવાતી શકયતા વચ્ચે જો આ લોકડાઉન લાગુ થશે તો બજારમાં મોટા કડાકા સાથે ઈન્ડેક્સ બેઝડ તોફાની વધઘટની પૂરી શકયતા વચ્ચે સાવચેતી જરૂરી બની રહેશે.
મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!
નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૪૩૩૩ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૨૦૨ પોઇન્ટના પ્રથમ અને ૧૪૦૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૪૪૦૪ પોઇન્ટથી ૧૪૪૩૪ પોઇન્ટ,૧૪૪૭૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૪૪૭૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૧૬૦૨ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૨૭૨ પોઇન્ટના પ્રથમ અને ૩૦૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૧૭૭૭ પોઇન્ટથી ૩૨૦૦૮ પોઇન્ટ, ૩૨૨૦૨ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૨૦૨ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
૧) ન્યુજેન સોફ્ટવેર ( ૩૧૩ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૯૨ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૩૭ થી રૂ.૩૪૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૫૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!!
૨) અંબુજા સિમેન્ટ ( ૨૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૭૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૬૫ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૦૩ થી રૂ.૩૧૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) ઝેનસર ટેકનોલોજી ( ૨૬૭ ) :- રૂ.૨૫૩ નો પ્રથમ તેમજ રૂ.૨૩૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૮૪ થી રૂ.૨૯૨ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!
૪) વી-ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૨૫ ) :- ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૪૪ થી રૂ.૨૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) મધરસન સુમી ( ૨૧૨ ) :- રૂ.૧૯૭ નો પ્રથમ તેમજ રૂ.૧૮૮ ના સ્ટોગ સપોર્ટથી ઓટો પાર્ટ & ઇક્વિપમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૨૭ થી રૂ.૨૩૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) ધામપુર સુગર ( ૨૦૮ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૯૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૨૨ થી રૂ.૨૩૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) નોસિલ લિમિટેડ ( ૧૭૦ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૫૩ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૮૩ થી રૂ.૧૯૫ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) એનઆઈઆઈટી લિમિટેડ ( ૧૬૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭ આસપાસ રોકાણકારે રૂ.૧૭૩ થી રૂ.૧૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૩૩૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૩૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!
૨) મુથૂત ફાઈનાન્સ ( ૧૨૦૪ ) :- આ સ્ટોક રૂ.૧૧૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૧૬૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૨૨૨ થી રૂ.૧૨૩૦ સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..!!
૩) સિપ્લા લિમિટેડ ( ૯૩૮ ) :- ૧૩૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૯૧૯ નો પ્રથમ તેમજ રૂ.૯૦૯ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાર્મા સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૯૫૩ થી રૂ.૯૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!
૪) ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૩૧૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૩૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૫૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૨૯૭ થી રૂ.૧૨૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૭૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
૫) ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૨૮૩ ) :- રૂ.૧૩૦૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૧૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૨૬૦ થી રૂ.૧૨૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૩૨૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!
૬) ઇન્ડસઇન્ડ બેન્ક ( ૮૪૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૮૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૮૯૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૮૨૮ થી રૂ.૮૧૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૦૯ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) બોદાલ કેમિકલ ( ૯૩ ) :- સ્પેશિયાલીટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૩ થી રૂ.૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
૨) જેએમસી પ્રોજેક્ટ ( ૮૨ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે કન્સ્ટ્રકશન & ઇજનેરી સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૯ થી રૂ.૯૫ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
૩) જિંદાલ સ્ટેઈનલેસ ( ૭૯ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૨ નો પ્રથમ તેમજ રૂ.૬૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૮ થી રૂ.૯૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
૪) સનફ્લેગ લિમિટેડ ( ૬૮ ) :- રૂ.૬૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૪ થી રૂ.૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!
શેરબજાર જોખમી તબક્કામાં…!! સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )