Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતજૂનમાં બીજી લહેરની તીવ્રતા ઘટશે, ત્રીજી અને ચોથી લહેર પણ આવશે

જૂનમાં બીજી લહેરની તીવ્રતા ઘટશે, ત્રીજી અને ચોથી લહેર પણ આવશે

- Advertisement -

અમદાવાદમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે અને વુહાન બનવા તરફ આગળ વધી રહ્યું છે. શહેરમાં દરરોજ 5000થી વધુ કેસો અને 25 દર્દીનાં મોત થઈ રહ્યાં છે. બીજી લહેર ખૂબ જ તીવ્ર છે. લોકો ખૂબ ઝડપથી સંક્રમિત થઈ રહ્યા છે. એક સંક્રમિત 10થી 15 લોકોને ચેપ લગાડી રહ્યો છે તેમજ બાળકોથી લઈને વૃદ્ધો પણ સંક્રમિત થયા છે, પરંતુ જીવલેણ નીવડી રહેલી આ લહેર કેટલો સમય રહેશે એ અંગે નિષ્ણાત ડોક્ટરોએ જણાવ્યું હતું કે લોકો નિયમોનું પાલન કરશે અને સેલ્ફ લોકડાઉનનો અમલ કરશે તો જૂન મહિનામાં સેક્ધડ વેવની તીવ્રતા ઘટશે. બીજી લહેર બાદ ત્રીજી અને ચોથી લહેર પણ આવશે. આ અંગે ડો.ધ્રુષિ પટેલ છેલ્લા 1 વર્ષથી વધુ સમય કરતાં કોરોના સામે મેદાને પડ્યા છે. એક વર્ષ દરમિયાન અનેક લોકોના કોરોના રિપોર્ટ તથા સીટી સ્કેનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ચૂક્યા છે. ઉપરાંત વિદેશના પણ અલગ-અલગ નિષ્ણાત ડોકટરો સાથે સંપર્કમાં છે. તેમણે કરેલા અભ્યાસ મુજબ જ્યારે લોકો વધુ સંખ્યામાં ભેગા થયા હોય, માસ્ક ના પહેરે ત્યાં સંક્રમણ વધી રહ્યું છે અને જ્યારે નિયમોનું પાલન કરી એકબીજાના સંપર્કથી દૂર રહે ત્યારે સંક્રમણ ઓછું ફેલાય છે. ડો.ધ્રુષિ પટેલે જણાવ્યું હતું કે અન્ય દેશની જેમ આપણે ત્યાં પણ ટ્રેન્ડ વધ્યો છે. હજુ એક મહિનો જેટલો સમય વાયરસની તીવ્રતા રહેશે. જૂન મહિના સુધીમાં વાયરસની તીવ્રતા ઘટશે,પરંતુ એ માટે લોકો અત્યારે જે પ્રમાણે નિયમોનું પાલન કરી રહ્યા છે તેમ માસ્ક પહેરવું, ભેગા ના થવું, બિનજરૂરી બહાર જવાનું ટાળવું તથા સેલ્ફ લોકડાઉનનું પાલન કરવું પડશે. ડો.ધ્રુષિ પટેલે વધુમાં કહ્યું હતું કે જૂન મહિનાના બીજા અઠવાડિયામાં કોરોનાની તીવ્રતા ઓછી થશે. બીજી લહેર બાદ ત્રીજી અને ચોથી લહેર પણ આવશે, પરંતુ આપણે હવે ઇમ્યુનિટી વધારવી પડશે. વેક્સિનેશન વધશે તો બેઝલાઈન ઇમ્યુનિટી વધશે. લોકો જાગ્રત થાય અને વેક્સિન લેશે તો કોરોના સામે લડવા માટે હોસ્પિટલ જવાની જરૂર નહિ પડે. લોકોમાં જાગૃતિ આવે તો કોરોના સામે લડતમાં જીતી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular