Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરઓકિસજન: વધુ કાર્યક્ષમતા અને માનવજીંદગીઓ બચાવવા, લોજિસ્ટિક સિસ્ટમને જબ્બર બનાવીએ

ઓકિસજન: વધુ કાર્યક્ષમતા અને માનવજીંદગીઓ બચાવવા, લોજિસ્ટિક સિસ્ટમને જબ્બર બનાવીએ

આ કામગીરી માટે પણ આપણે સૌ સહિયારી જવાબદારીઓ સ્વિકારીએ

- Advertisement -

જામનગર સહિત સમગ્ર ગુજરાત અને દેશભરમાં ઓકિસજન એટલે કે પ્રાણવાયુ આપણાં સૌનો પ્રાણ બની ગયો છે. લોકોના પ્રાણ બચાવવા માટે આ પ્રાણવાયુ પર આપણે સૌએ વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવું ફરજીયાત બની ગયું છે. આ કપરી ઘડીમાં આપણે સૌ શું કરી શકીએ? અને સરકારને કેટલો સહયોગ આપી શકીએ? તે વિચારવાની આપણી સૌનું કર્તવ્ય છે. આ દિશામાં પણ ‘ખબર ગુજરાત’ પહેલ કરી રહ્યું છે. આપણે સૌએ ઓકિસજનની માત્ર સપ્લાય જ નહીં પરંતુ તેની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર પર એટલે કે લોજિસ્ટિક પર પણ ધ્યાન આપવું પડે તેવી સ્થિતિ છે.

- Advertisement -

જામનગરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતને દૈનિક 400 ટન ઓકિસજન પૂરો પાડી, હજારો લોકોની જીંદગી બચાવવા માટે નિમિત બની રહી છે અને સેવાભાવી ગુજરાતી તરીકે ભૂમિકા ભજવી રહી છે. એજ રીતે અન્ય કેટલાંક સેવાભાવીઓ પણ ગુજરાત કક્ષાએ સરકારને સહયોગ આપી રહ્યા છે. આ સૌ સેવાભાવીઓના આપણે સૌ ગુજરાતીઓ આભારી છીએ.

અત્રે એક મુદ્દો વિશેષ રીતે નોંધનીય છે. લોજિસ્ટિકના ક્ષેત્રમાં રિલાયન્સ સહિતના ઘણાં ઉદ્યોગ ગૃહો તથા ટ્રાન્સપોર્ટ જુથો તેમજ લોજિસ્ટિક ખાનગી કંપનીઓ વિશેષ પ્રકારની મહારત અને અનુભવ ધરાવે છે અને ઓકિસજનની હેરફેરના ક્ષેત્રમાં ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ઘણું બધું કામ યુધ્ધના ધોરણે થઇ રહ્યું છે તેઓના અનુભવનો સવિશેષ લાભ લેવો જોઇએ. પરંતુ અત્રે ‘ખબર ગુજરાત’ એક નાનકડો ઉલ્લેખ એ કરવા ઇચ્છે છે કે, ગુજરાતમાં અમુક સ્થળોએ એવું પણ બની રહ્યું હોય કે, ઉદાહરણ રૂપે જામનગરથી છેક ગોધરા સાઇડમાં ઓકિસજન સપ્લાય થતો હોય અને દક્ષિણ ગુજરાતમાં હજીરાથી છેક સૌરાષ્ટ્રના મોરબીમાં ઓકિસજન સપ્લાય થતો હોય. આ પ્રકારનું લોજિસ્ટિક સંચાલન અત્યારે કપરી અને તાકિદની પરિસ્થિતિમાં આપણો સમય ખાઇ જાય છે. તેથી હાલની તકે જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં લોજિસ્ટિકની રેગ્યુલર સપ્લાય ચેન ગોઠવવા માટે આપણે સૌ એ થોડું વધારે ઉંડાણથી વિચારવું પડશે. અને વ્યવસ્થામાં અનુભવિઓની મદદ લેવી પડશે. તો જ આપણે લોજિસ્ટિક ક્ષેત્રને વધુ કાર્યક્ષમ અને સમયનો તેમજ ઇંધણનો બચાવ કરી શકે તે પ્રકારનું બનાવી શકશું.

- Advertisement -

આ બાબત ઉપર સરકારે ખાસ અને ગંભીરતા પૂર્વક ધ્યાન આપી યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે અને તે માટે જામનગરમાં કોઇ અનુભવિઓની સરકારને જરૂરીયાત જણાય તો જામનગરના આ ટ્રાન્સપોર્ટરો પોતાનું યોગદાન આપવા તૈયાર છે અને તેમાં ‘ખબર ગુજરાત’ પહેલ કરવા તૈયાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા વાયુદળ અને રેલ્વેની મદદથી ઝડપી અને ઓછી ખર્ચાળ લોજિસ્ટિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એ જ રીતે જામનગર અને ગુજરાતમાં પણ આપણે સૌ આ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ અને પરિણામલક્ષી બનાવીએ. તે સમયની તાતિ જરૂરીયાત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular