Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ઓકિસજનની સ્થિતિ હાંફે એ પહેલાં આપણે સૌ જાગી જઇએ

જામનગરમાં ઓકિસજનની સ્થિતિ હાંફે એ પહેલાં આપણે સૌ જાગી જઇએ

ઓકિસજન સપ્લાય કરતાં સાધનોની યોગ્ય રીતે મેન્ટેઇન કરવા આગોતરી તૈયારીઓ કરીએ

- Advertisement -

જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ઓકિસજનનો મુદ્દો ચર્ચામાં છે. કારણ કે, કોરોનાના કારણે દર્દીઓને પુષ્કળ ઓકિસજનની આવશ્યકતા ઉભી થાય છે. આરોગ્ય સતાવાળાઓએ તથા વહિવટી તંત્રએ પુષ્કળ કામગીરી આ ક્ષેત્રમાં કરવી પડે તેવી સ્થિતિ છે. આ પ્રકારની કામગીરી જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં થઇ રહી છે. સરકાર ભરપૂર પ્રયાસો કરી રહી છે. તમામ મશીનરીઓને કામે લગાડવામાં આવી છે. આ ઉપરાંત જામનગરની વાત કરીએ તો સાંસદ તથા મંત્રીઓ તેમજ ધારાસભ્ય સહિતના લોક પ્રતિનિધિઓએ ઓકિસજન મામલે લોકોને આશ્વાસન અને ખાતરી આપી છે કે, ઓકિસજનની કમી ઉભી થવા દેવામાં આવશે નહીં.લોક પ્રતિનિધિઓએ આપેલી આ ખાતરીના કારણે લોકોને માનસિક રાહત થવા પામી છે.

- Advertisement -

આ સિક્કાની બીજીબાજૂ એ છે કે, જામનગરની કોરોના હોસ્પિટલના ઓકિસજન પ્લાન્ટ, સપ્લાય ચેન તથા તે માટેના જરૂરી સાધનો પર ઘણાં દિવસોથી પુષ્કળ વર્કલોડ છે.આ આખી સિસ્ટમમાં ઘણાં બધા પાર્ટસ વર્કલોડને કારણે નબળાં પડયા હશે. ખલાસ થવાની તૈયારીમાં પણ હશે. ગમે ત્યારે સિસ્ટમમાં વાંધો પડવાની પણ સંભાવનાઓ સ્વાભાવિક રીતે જ હોય, આવી કોઇ કરૂણ અથવા મુશ્કેલ ઘટના આ યાંત્રિક વ્યવસ્થામાં ઉભી થાય તે પહેલાં આપણે આ સમગ્ર સિસ્ટમનું નિષ્ણાંત ઇજનેરોની મદદથી મેન્ટેનન્સ અને પાર્ટસ બદલવા સહિતનું નવીનીકરણ કરવું જરૂરી છે. આ ઉપરાંત કોઇ ખાનગી હોસ્પિટલમાં પણ આવું કશું ન બને તે માટે આપણે સૌએ સતર્ક રહેવું પડશે. આ પ્રશ્ન માત્ર જામનગરનો નથી, સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનું સમીક્ષા તથા ઉપાય કાર્ય મોટા પાયા પર હાથધરવું ફરજીયાત બની ગયું છે. ‘ખબર ગુજરાત’ આ અર્થમાં સૌ સંબંધિતોને મીડિયા તરીકે સમયસર ચેતવવાની જવાબદારીના ભાગરૂપે આ લખી રહ્યું છે.

આ તમામ કામગીરી માટે જામનગરમાં તંત્રો-સ્વૈચ્છિક સંસ્થાઓ અને અગ્રણીઓ આગળ આવે અને કશું અનિચ્છનીય બને એ પહેલાં આપણે સૌ સમગ્ર સિસ્ટમને ઝીરો એરર બનાવી વ્યવસ્થિત સ્થિતિમાં લાવીએ તે આવશ્યક છે. અત્યારે સૌ કોઇ માનસિક અને સમયના દબાણ હેઠળ મહામારીમાં ફરજો બજાવી રહ્યા છે. ત્યારે ‘ખબર ગુજરાત’ આ પહેલ કરે છે. અને જામનગરના ઉદ્યોગકારોને આગ્રભરી વિનંતી કરે છે કે, તમારે ત્યાં રહેલાં ટેકનીકલ એકસ્પર્ટની ટીમ બનાવી સરકાર સાથે ખભેખંભા મિલાવી આમા સહયોગ કરે એવી આપને ‘ખબર ગુજરાત’ની સવિશેષ વિનંતી. અને આ માટેની કો-ઓર્ડિનેશન માટેની વ્યવસ્થામાં ‘ખબર ગુજરાત’ પોતાની સેવા અને સહયોગ આપવા તૈયાર છે. આવો, આપણે સૌ મહામારી સામે એકમેકના સહયોગથી બુધ્ધિગમ્ય પધ્ધતિએ લડીએ અને મહામારીની માઠી અસરોથી શકય તેટલાં વધુ પ્રમાણમાં બચીએ અને વધુને વધુ ઝડપથી આપણે સૌ આ મહામારી માંથી બહાર આવીએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular