ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠમાં ગ્લેશિયર તૂટી ગયા બાદ સેનાનું બચાવ કામગીરી ચાલુ છે. ગ્લેશિયર તૂટીને મલારી-સુમના રોડ પર પડ્યો હતો. આ રસ્તા પર બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. સેનાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં બે મૃતદેહો મળી આવી છે અને 291 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે.
ઉત્તરાખંડના જોશીમઠમાં ગ્લેશિયર તૂટી જવાને કારણે બે લોકોના મોત થયા છે. શુક્રવારે ભારત-ચીન સરહદ પર ઉત્તરાખંડ સ્થિત નીતી ખીણમાં સુમના ખાતે ગ્લેશિયર તૂટી પડ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે એલર્ટ જાહેર કર્યું હતું. જિલ્લા પ્રશાસન અને બીઆરઓ સાથે સંપર્કમાં રહીને મુખ્યમંત્રી મોનીટરીંગ કરી રહ્યા છે. ભારતીય સેના દ્રારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અત્યાર સુધીમાં 291 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, આગામી 28 કલાકમાં ચમોલીમાં ભારે વરસાદ સાથે વાવાઝોડું આવી શકે છે. ઉત્તરાખંડમાં અગાઉ, 7 ફેબ્રુઆરી 2021 ની સવારે ચમોલી જિલ્લાના તપોવન ખાતેનો ગ્લેશિયર તૂટીને ઋષિગંગા નદીમાં પડ્યો હતો. અકસ્માત બાદ 50 થી વધુના મૃતદેહ મળી આવ્યા હતા અને 150થી વધુ લાપતા લોકોની શોધખોળ બાદ ન મળી આવતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે આજે અહીં ફરી આવી દુર્ઘટના સર્જાઈ છે.


