Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીય18 વર્ષથી ઉપરના લોકો વેક્સીન લેવા માટે આજથી કરાવી શકશે રજીસ્ટ્રેશન, જાણો...

18 વર્ષથી ઉપરના લોકો વેક્સીન લેવા માટે આજથી કરાવી શકશે રજીસ્ટ્રેશન, જાણો પ્રક્રિયા

સીધા હૉસ્પિટલમાં પહોંચીને નોંધણી નહિ કરાવી શકાય

- Advertisement -

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેવામાં કેન્દ્ર સરકાર દ્રારા તાજેતરમાં જ 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે વેક્સીન આપવાની જાહેરાત કરી છે. 1મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન આપવામાં આવશે. જેના માટે રાજીસ્ટ્રેશન કરાવવું પડશે. અને આ રજીસ્ટ્રેશન આજથી એટલે કે 24અપ્રિલથી થઇ શકશે. પરંતુ 45 વર્ષથી ઉપરના તમામ લોકો હોસ્પિટલ જઈને પણ નોંધણી કરાવી શકશે.

- Advertisement -

ભારતમાં 1 મેથી વેક્સીનેશન પ્રક્રિયાનો ત્રીજો તબ્બકો શરુ થવા જઈ રહ્યો છે. આ અગાઉ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવતી હતી. જ્યારે 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ વેક્સીન લઇ શકશે. કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, સરકારના CoWin પ્લેટફોર્મ પર 24 તારીખથી રસી મુકવા માટેનુ રજિસ્ટ્રેશન શરુ કરવામાં આવશે.

ત્રીજા તબક્કાની સાથે-સાથે રસીકરણનો પ્રથમ અને બીજો તબક્કો પણ ચાલુ રહેશે અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો 1 મે પછી સીધા હૉસ્પિટલોમાં જઈને નામ નોંધાવી શકે છે.

- Advertisement -

પહેલા બે તબક્કામાં સરકાર પાસે કોવિન પ્લૅટફૉર્મનો વિકલ્પ હતો, પરંતુ આ સિવાય લોકોને સુવિધા આપવામાં આવી હતી કે તેઓ સીધા રસીકરણ કેન્દ્રમાં જઈને નોંધણી કરાવી શકે છે. આ વખતે ઑનલાઇન નોંધણી ફરજિયાત કરવામાં આવી છે.

આ સાથે સરકારે આ ત્રીજા તબક્કામાં બીજા કેટલાક નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. પ્રથમ અને બીજા તબક્કામાં વ્યક્તિ ચાર લોકો માટે નોંધણી કરાવી શકતી હતી, પરંતુ હવે 1 મેથી શરૂ થનારા તબક્કામાં વ્યક્તિ ફક્ત પોતાની નોંધણી કરાવી શકશે.

- Advertisement -

આ રીતે થઇ શકશે નોંધણી

સૌથી પહેલાં તમે cowin.gov.in વેબસાઇટની મુલાકાત લો અને પોતાનો મોબાઇલ નંબર દાખલ કરો. તમારા મોબાઈલ નંબર પર એક વન ટાઇમ પાસવર્ડ આવશે.આ નંબરને વેબસાઈટ પર અંકિત ઓટીપી બૉક્સમાં લખો અને વેરિફાઇમાં લખેલા આઈકન પર ક્લિક કરો. તેનાથી કે વેરિફાઈ થઈ જશે ત્યારબાદ તેમને નોંધણીનો પેજ નજર આવશે.

બાદમાં ફોટો આઈડી અને તમારી માહિતી અપલોડ કરો માહિતી લખાઈ જાય ત્યારે રજિસ્ટરમાં લખેલા આઈકન પર ક્લિક કરો.

નોંધણી પૂર્ણ થતાંની સાથે જ તમને કમ્પ્યુટર સ્ક્રીન પર તમારા ઍકાઉન્ટની વિગતો જોઈ શકશો.

આ પેજમાં તમે પોતાની ઍપોઈન્ટમેન્ટ તારીખ પસંદ કરી શકો છો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular