Tuesday, December 24, 2024
Homeરાજ્યખંભાળિયાના પોલીસ કર્મીએ ટ્રક ડીટેઈન ન કરવા લાંચ માગણી કરી: ACB દ્વારા...

ખંભાળિયાના પોલીસ કર્મીએ ટ્રક ડીટેઈન ન કરવા લાંચ માગણી કરી: ACB દ્વારા ફરિયાદ

ચાર વર્ષ પૂર્વે રૂપિયા 600 લેનારા પોલીસકર્મી સામે ગુનો

- Advertisement -
ખંભાળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીએ વર્ષ 2017માં પોરબંદર માર્ગ પર પસાર થતા ટ્રક ચાલકો પાસે વાહન ડીટેઈન ન કરવા બદલ રોકડ રકમની માંગણી કરતા આ સંદર્ભે કરવામાં આવેલા વિડિયો રેકોર્ડિંગના આધારે ખરાઈ કરાયા પછી આજરોજ પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા અરવિંદભાઈ લાલજીભાઈ નકુમ નામના એક પોલીસ કર્મચારીએ તારીખ 7 ફેબ્રુઆરી 2017 ના રોજ અત્રે પોરબંદર તરફ જતા બાયપાસ રોડ પર ફરજ દરમિયાન આ સ્થળેથી પસાર થતી ટ્રકના ચાલકોને અટકાવી, તેઓના વાહન ડીટેઈન કરવાની ધમકી આપી, હપ્તા પેટે એક ટ્રકના રૂપિયા 300 લેખે રોકડ રકમની માગણી કરી હતી. આ સ્થળે બે ટ્રકના ચાલક પાસેથી તેમના દ્વારા રૂપિયા 600 લેવા અંગેનો વિડીયો રેકોર્ડ કરી લેવામાં આવ્યો હતો. આ અંગે જે તે સમયે પોરબંદર એસીબી કરવામાં આવેલી ફરિયાદ બાદ આ વીડિયોને ખરાઈ કરી, આખરે પોરબંદરના ઇન્ચાર્જ એ.સી.બી. પી.આઈ. વી.આર. પટેલ દ્વારા જાતે ફરિયાદી બની ખંભાળિયા ટ્રાફિક શાખાના એ.એસ.આઈ. અરવિંદભાઈ લાલજીભાઈ નકુમ સામે અહીંના પોલીસમાં ડિમાન્ડ અંગેનો ધોરણસર કેસ નોંધાવવામાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા એ.સી.બી. પી.આઈ. એ.ડી. પરમાર તથા સ્ટાફ દ્વારા ઉપરોક્ત એ.એસ.આઈ.ની અટકાયત કરી કોરોના ટેસ્ટ બાદ ધરપકડ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી. આ સમગ્ર પ્રકરણમાં સુપરવિઝન અધિકારી તરીકે રાજકોટ વિભાગના મદદનીશ નિયામક એ.પી. જાડેજા રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular