Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયકોરોના સંકટ વચ્ચે સરકારની સૌથી મોટી ઘોષણા, 80 કરોડ લોકોને થશે ફાયદો

કોરોના સંકટ વચ્ચે સરકારની સૌથી મોટી ઘોષણા, 80 કરોડ લોકોને થશે ફાયદો

- Advertisement -

કોરોનાના વધી રહેલા સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર દ્રારા ફરી એક વખત મોટી ઘોષણા કરવામાં આવી છે. ગયા વર્ષે કોરોનાની મહામારીના પરિણામે લોકડાઉન લાગુ થતાં લાભાર્થીઓ માટે સસ્તા અનાજની દુકાનો પર મફત અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે પણ વધી રહેલા કોરોનાના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવતા બે મહિના માટે વ્યક્તિ દીઠ 5 કિલો મફત અનાજ આપવાની જાહેરાત કરી છે. આ અનાજ ગરીબો માટે મે અને જૂન 2021 માં આપવામાં આવશે.

- Advertisement -

ગરીબોને પૂરતું અનાજ મળી રહે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે મહિના માટે વ્યક્તિ દીઠ 5 કિલો મફત અનાજ આપવાની યોજનાની જાહેરાત કરી છે. આ યોજના પર 26 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. પ્રધાનમંત્રીના નિર્ણયને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ દ્રારા આવકારવામાં આવ્યો છે. આજે રોજ પીએમ નરેન્દ્ર મોદીદ્રારા કોરોનાની બીજી લહેર વચ્ચે રાજ્યોને સહયોગ આપવા માટે આશ્વાસન આપ્યું છે.

કોરોનાની  અત્યારની લહેરમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્યો સાથે  ચર્ચા કરી હતી. વધુમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કોવીડની પહેલી લહેર દરમિયાન સૌ કોઈએ સંયુક્ત પ્રયત્નો કરીને ભારતે સફળતા મેળવી હતી. અને આ સિધ્ધાંત પર કાર્ય કરીને અત્યારની સ્થિતિ પર પણ મુકાબલો કરવામાં આવશે. વડા પ્રધાને રાજ્યોને આ લડતમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી અને કહ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સતત બધા રાજ્યોના સંપર્કમાં છે અને પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરી રહ્યું છે અને સાથે સાથે સમયે સમયે તેમને જરૂરી સલાહ પણ આપી રહ્યું છે.

- Advertisement -

ઓક્સીજન સપ્લાય અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે સપ્લાય વધારવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.  ઔદ્યોગિક ઉપયોગમાં વપરાતા ઓક્સિજનનો ઉપયોગ મેડિકલ ઓક્સિજન આવશ્યકતાઓ માટે પણ થઈ રહ્યો છે. ઓક્સિજન ટેન્કર મોકલવા માટે લેવામાં આવતા સમયને ઓછો કરવા અને ત્યારબાદ તેમના પરત ફરવા માટે રેલ્વે, એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે. વડા પ્રધાને તમામ રાજ્યોને દવાઓ અને ઓક્સિજનની જરૂરિયાતોને પહોંચી વળવા એક સાથે કામ કરવા અને એકબીજાને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular