જોડિયા સીએચસીમાં દાખલ કોરોનાના દર્દીઓ માટે તા. 22ના ઓક્સિજનના બાટલાની તંગી સર્જાતા નિસ્વાર્થ ભાવે તાત્કાલિક લખતર ગામના ભાલોડિયા દિવ્યેશ અને રોહિતના નામના યુવાનોના છોટાહાથીમાં રાત્રે 6 ઓક્સિજનની બોટલ હંસ ઓક્સિજન- પ્લાન્ટ -પડાણામાંથી હાલના સમયની ઓક્સિજનની ગંભીર કટોકટી ઇમરજન્સી વચ્ચે પણ વિનંતી કરી વારો ન હતો છતાં ભરી તાત્કાલિક વહેલી સવારે સીએચસી-જોડિયા વિનામૂલ્યે પહોંચીતી કરી. હાલમાં જોડિયા સીએચસીમાં ઓક્સિજનની છેલ્લી જ બોટલ જ ચાલતી હતી અને 15 દર્દીઓમાંથી 4 દર્દીની હાલત ગંભીર હતી.સતત ઓક્સિજનની જરૂર હતી. એવા ખરા સમયે નિ:શુલ્ક ઓક્સિજનની બોટલો પહોંચતી કરી હતી. દર્દીઓના જીવ બચાવ્યો હતો.વડાપ્રધાન મોદીના પ્રજા જોગ સંબોધન ‘આપણે જો આ કોરોનાની મહામારી માંથી દેશ બચાવવો હોય તો યુવાનો બહાર આવો” આ સૂત્રને અશોકભાઈ નિમાવતે પ્રજા જોગ વડાપ્રધાનના સંબોધન અને અપીલ પહેલા જ આ બાબતે ખૂબ સરાનીહ કામ શરૂ કરી દીધેલ છે.-મધર લેન્ડ પ્રાયમરી સ્કૂલ-બાદનપર (જોડિયા)ના યુવાન, કોઈપણ જાતની લોકસેવા માટે હંમેશા તત્પર એવા અશોકભાઇ નિમાવતે 6 બોટલ ખરા સમયે જાતે બોટલ ભરાવા જઈ સીએચસી- જોડિયા પહોંચતી કરી અને ઓક્સિજન વાંકે જીવન મરણ વચ્ચે જોલા ખાતા કોરાના દર્દીઓના જીવ બચાવી જીવદયાનું પ્રશંસનીય કાર્ય કર્યું હતું.