દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓે કોરોના પોઝિટિવ થવાથી આ શાખા બંધ કરવામાં આવી હતી. જો કે, 17 એપ્રિલ સુધી બંધની નોટિસ બેંકના દરવાજે લગાવી છે પરંતુ તેમ છતાં આજે 23 એપ્રિલ સુધી બેંક ખુલ્લી ન હતી.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી આ બેંક શાખા તા.17 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવી હતી અને આ અંગે બેંકના દરવાજા અંગે નોટિસ પણ લગાડવામાં આવી હતી. પરંતુ, આ બેંકની શાખા આજે તા.23 એપ્રિલ થઈ ત્યાં સુધી ખોલવામાં આવી નથી અને આ અંગે બેંકના ખાતેદારોને પણ કોઇ બાબતની જાણ કરવામાં આવી નથી. જેના કારણે અન્ય ગામડાઓમાંથી આવતા ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ભાણવડની સ્ટેટ બેંક 12 દિવસથી બંધ
કર્મચારીઓ કોરોના પોઝિટિવ થતા 17 એપ્રિલ સુધી બંધની નોટિસ: 23 એપ્રિલ સુધી બેંક ખુલ્લી નથી : ખાતેદારોને પારાવાર મુશ્કેલી


