Saturday, January 4, 2025
Homeરાષ્ટ્રીયસોનિયા ગાંધીએ પ્રધાનમંત્રીને પત્રમાં શું લખ્યું?

સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રીને પત્રમાં શું લખ્યું?

- Advertisement -

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં રસી અંગેની સરકારની નીતિ વિશે લખવામાં આવ્યું છે.

- Advertisement -

સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રીને પાઠવેલાં પત્રમાં જણાવ્યું છે કે, સરકારની રસી અંગેની હાલની નીતિ યોગ્ય નથી. તેઓએ લખ્યું છે કે, રસી અંગેની નીતિ મનસ્વી અને ભેદભાવપૂર્ણ છે. તેમાં સરકારે તાત્કાલિક ફેરફાર કરવો જોઇએ.

તેઓએ પત્રમાં લખ્યું છે કે, રસી અંગેની નીતિમાં સંવેદનશીલતા શા માટે નથી? અગાઉ કેન્દ્ર સરકારે જાહેર કર્યું હતું કે, 18થી 45 વર્ષની વય સુધીના તમામ દેશવાસીઓને સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. સરકાર આ કામ માટે બંધાયેલી છે. સરકાર યુવાઓ અંગે સંવેદનશીલ નથી. દેશભરમાં કોઇપણ એક રસીનો એક સરખો ભાવ હોવો જોઇએ.રસી અંગેના અલગ અલગ ભાવ યોગ્ય નિર્ણય નથી. કંપનીઓના આ નિર્ણયમાં પ્રધાનમંત્રીએ દરમ્યાનગીરી કરી માર્ગદર્શન આપવું જોઇએ. તમામ દેશવાસીઓને કોઇપણ પ્રકારના આર્થિક ભેદભાવ વિના સરકારે રસી આપવી જોઇએ. રાષ્ટ્રનું ધ્યેય આ હોવું જોઇએ. સરકારે રસી અંગેનો જે નવો નિર્ણય કર્યો છે તે દેશવાસીઓ માટે મનસ્વી અને ભેદભાવપૂર્ણ જોવા મળી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular