દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં રાબેતા મુજબનો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ગઈકાલે સૌથી વધુ અને અડધોઅડધ એવા ખંભાળિયામાં તેર, દ્વારકામાં સાત, કલ્યાણપુરમાં ચાર અને ભાણવડમાં એક સહિત કુલ 25 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વચ્ચે ખંભાળિયાના પાંચ સહિત જિલ્લાના કુલ આઠ દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે એક્ટિવ કેસનો આંકડો 374 અને મૃત્યુઆંક 94 જાહેર થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અહીંના સ્મશાનમાં કોવિડ પ્રોટોકોલ મુજબ દર્દીઓની અંતિમ વિધિ કરવામાં આવે છે. પરંતુ મૃત્યુનો આંક યથાવત જ જાહેર થાય છે.