જામનગર શહેરના નાગનાથ ગેઈટ પાસે આવેલા જૂના કુંભારવાડા વિસ્તારમાં રહેતી મહિલાને છાતીમાં ગભરામણ થતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર શહેરના જકાતનાકા પાસેના વિસ્તારમાં રહેતા વૃદ્ધનું બીમારી સબબ મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરમાં નાગનાથ ગેઈટ પાસે આવેલા જૂના કુંભારવાડામાં જલારામ ભુવન સામે રહેતા ભગવતીબેન ગણેશભાઈ શિયાળ (ઉ.વ.35) નામના મહિલાને બુધવારે સવારના સમયે તેના ઘરે છાતીમાં ગભરામણ થતા એકાએક બેશુધ્ધ થઈ ગયા હતાં. જેથી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ ગણેશભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઇ એચ.જે. પરિયાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના જકાતનાકા પાસેના વિસ્તારમાં રહેતા ખુરસીદ અબ્દુલ રજાક આત્મજ (ઉ.વ.60) નામના વૃધ્ધની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં પરંતુ, વૃધ્ધની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની રાજુભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.