Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પ્રૌઢાના ગળામાંથી ચેઈનની ચીલઝડપ

જામનગર શહેરમાં પ્રૌઢાના ગળામાંથી ચેઈનની ચીલઝડપ

પ્રણામી સ્કૂલ સામે બુધવારે સાંજનો બનાવ : બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોની શોધખોળ

જામનગર શહેરમાં પ્રણામી સ્કૂલ માર્ગ પરથી શાકભાજી લેવા જતાં પ્રૌઢાના ગળામાંથી બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ રૂા.1.75 લાખનો સોનાના ચેઈનની ચીલઝડપ કરી નાશી ગયાના બનાવમાં પોલીસે અજાણ્યા શખ્સોની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી નંદધામ સોસાયટીમાં રહેતા હર્ષિદાબેન હેમંતભાઈ દામા નામના પ્રૌઢા બુધવારે સાંજના સમયે 7 વાગ્યાના અરસામાં શાકભાજી લેવા જતા હતાં તે દરમિયાન પ્રણામી સ્કૂલ માર્ગ પર નવાનગર બેંક સામેની શેરીમાંથી પસાર થતા હતાં ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પ્રૌઢાના ગળામાં પહેરેલો પાંચ તોલાનો રૂા.1.75 લાખની કિંમતના સોનાના ચીલઝડપ કરી ગણતરીની સેક્ધડોમાં જ નાશી ગયા હતાં. પ્રૌઢાએ બુમાબુમ કરી હતી પરંતુ તે પૂર્વે બન્ને શખ્સો છુમંતર થઈ ગયા હતાં. ત્યારબાદ પ્રૌઢાએ આ બનાવ અંગેની જાણ કરતા પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફે બાઈકસવાર બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular