ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના લીધે હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં કોરોનાના રોજે રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. તો મૃત્યુદર પણ વધી રહ્યો છે. રાજ્ય સરકાર દ્રારા એક તરફ મૃત્યુના આંકડા છુપાવાઈ રહ્યા છે. ત્યારે આજે રોજ ગુજરાત સરકાર દ્રારા અમદાવાદની 1200 બેડની કોવીડ હોસ્પીટલમાં ડેડબોડી મેનેજમેન્ટની કામગીરી તલાટીઓને સોંપી છે.
અમદાવાદની કોવીડ હોસ્પિટલોની હાલત અત્યંત ખરાબ છે. દર્દીઓના ટપોટપ મૃત્યુ થઇ રહ્યા છે તેવામાં સરકારી ચોપડે માત્ર 25-30 જ મોત દેખાડવામાં આવે છે. અમદાવાદની સ્મશાનોમાં મૃતદેહની અંતિમક્રિયા માટે પણ લાબું વેઈટીંગ છે. તેવામાં ગુજરાત સરકાર દ્રારા અમદાવાદની 1200 બેડની કોવીડ હોસ્પિટલમાં ડેડબોડી મેનેજમેન્ટની જવાબદારી તલાટીઓને સોંપવામાં આવી છે. શિક્ષકો પણ કોરોનામાં ફરજ બજાવી રહ્યા છે. સરકારી આંકડાઓ અનુસાર અમદાવાદમાં રોજેના માત્ર 25-30 જ મૃત્યુ થતાં હોય તો આ જવાબદારી તલાટીઓને કેમ સોંપવામાં આવી એ પણ એક પ્રશ્ન છે.
અંતે ઉલ્લેખનીય છે કે માત્ર અમદાવાદમાં જ નહી પરંતુ રાજ્યની તમામ હોસ્પિટલો દ્રારા કોરોનાના દર્દીઓના મૃત્યુના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તેવામાં મોટાભાગની હોસ્પિટલોમાં બેડની પણ અછત સર્જાઈ રહી છે.