Monday, December 23, 2024
Homeરાજ્યરાજકોટની સિવિલમાં રૂ.9000માં બેડનું સેટિંગ કરાવનાર બન્ને યુવકો જામનગરથી ઝડપાયા

રાજકોટની સિવિલમાં રૂ.9000માં બેડનું સેટિંગ કરાવનાર બન્ને યુવકો જામનગરથી ઝડપાયા

જામનગરના બંને યુવક સિવિલમાં એટેંડન્ટ અને સફાઈકર્મીની ફરજ બજાવે છે

- Advertisement -

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આવેલી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને હોસ્પિટલોમાં જગ્યા ન હોવાથી દર્દીઓ માટે કફોડી સ્થિતિ સર્જાઈ છે. આ ગંભીર પરિસ્થિતિમાં ગેરફાયદો ઉઠાવી બે શખ્સો દ્વારા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પૈસા લઇ બેડની વ્યવસ્થા કરી દેવામાં આવતું હોવાનો વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી જામનગરના બે શખ્સો ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

હાલમા કોરોના વાયરસનુ સંક્રમણ ખુબજ વધવા પામેલ હોય જે સમયે સરકારી હોસ્પીટલ તથા ખાનગી હોસ્પીટલો ખાતે બેડ ફુલ થયેલ છે અને દર્દીના સગા જેઓ દર્દીને સારવારમાં દાખલ કરવા અલગ અલગ હોસ્પીટલના ધક્કા ખાતા હોય છે. અને અમુક શખ્સો દ્વારા લાંચ લઇને તેનો ફાયદો ઉઠાવવામાં આવે છે. તેવોજ કિસ્સો રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે આવેલ દર્દીના સગા સાથે બે શખ્સો દ્વારા તાત્કાલીક સરકારી હોસ્પીટલમાં બેડ અપાવી દેવા અને તેના બદલમાં રૂા.9,000 લઇ બેડની વ્યવસ્થા કરી આપતા હોય જેનો વીડિયો વાયરલ થયો હતો.

જે બાબતે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જે અન્વયે ક્રાઇમ બ્રાંચના ડી.વી.બસીયા તથા મદદનીશ પોલીસ કમિશ્નર પી. કે. દીયોરા પશ્ર્ચિમ વિભાગ, તથા ક્રાઇમ બ્રાન્ચ પો. ઇન્સ, વી. કે. ગઢવી તથા પો. ઇન્સ. એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા પ્રદ્યુમનનગર પો.સ્ટે. ની અલગ અલગ ટીમો બનાવી અને વીડિયોમાં લાંચ માંગનાર બંને શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

રાજકોટની સિવિલમાં રૂા.9000માં બેડની સગવડ કરી આપનાર શખ્સો જગદીશ ભરતભાઇ સોલંકી તથા હિતેષભાઇ ગોવિંદભાઇ મહીડા બંનેની જામનગરથી ધરપકડ કરવામાં આવી છે.જગદીશ સોલંકી એટેંડન્ટ તરીકે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો, હિતેશ મહીડા સિવિલ હોસ્પિટલમાં સફાઇ કર્મી તરીકે ફરજ બજાવતો હોવાનું અને બંને મૂળ જામનગરના હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular