Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં દુકાન માંથી દારૂની બોટલ જપ્ત કરાઈ

જામનગરમાં દુકાન માંથી દારૂની બોટલ જપ્ત કરાઈ

શંકરટેકરી નજીક રહેણાંક મકાનમાંથી દારૂની 4 બોટલ સાથે શખ્સ ઝડપાયો

- Advertisement -

જામનગર શહેર પોલીસ ચેકીંગમાં હતી તે દરમીયાન માધવબાગમાં રહેતા શખ્સની ડેરી માંથી પોલીસે ચેકિંગ દરમિયાન દારૂની બે બોટલ જપ્ત કરી પૂછપરછ કરતા દારૂની સપ્લાય કરતા શખ્સનું નામ સામે આવતા પોલીસે તેની તપાસ હાથ ધરી બન્ને વિરુધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અન્ય દરોડો જેમાં પોલીસે શંકર ટેકરી નજીક રહેણાંક મકાનમાં દરોડો પાડી એક શખ્સના કબ્જામાંથી દારૂની 4 બોટલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી દારુની સપ્લાય કરનાર શખ્સની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

જામનગર શહેરના માધવબાગ-1માં રહેતો રવિભાઈ સાજણભાઈ ડેર નામનો શખ્સ અયોધ્યાનગરમાં મોમાઈ ડેરી નામની દુકાન ચલાવતો હોય અને તેના કબ્જામાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી સી ડીવીઝન પોલીસે દરોડો પાડતા તેની દુકાનમાંથી દારૂની 2 બોટલ જેની કિંમત રૂ.1000નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી પૂછપરછ કરતા અશ્વિન વસરા નામના શખ્સે દારૂનો જથ્થો પૂરું પડ્યો હોવાનું સામે આવતા પોલીસે બને વિરુધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતો મેહુલભાઈ ઉર્ફે શેરો અશોકભાઈ રાઠોડ નામનો શખ્સ દારૂની સપ્લાય કરતો હોવાની બાતમીના આધારે પોલીસે તેના રહેણાંક મકાને દરોડો પાડી તપાસતા તેના કબ્જામાંથી દારૂની 4 બોટલ મળી આવતા પોલીસે આરોપીની અટકાયત કરી પુછપરછ દરમિયાન રાજાભાઈ નામના શખ્સે દારૂની બોટલની સપ્લાય કરી હોવાનું સામે આવતા સીટી સી ડીવીઝન પોલીસે બન્ને વિરુધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular