જામનગર જીલ્લા પોલીસ દ્રારા ગઈકાલના રોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત દરમિયાન નાઘેડીથી જામનગર તરફ જતા રસ્તે દારૂની ૬૩ બોટલ ભરેલી કાર જપ્ત કરી હતી. ચેકિંગ દરમિયાન કારચાલક હાજર મળી ન આવતા પોલીસે અજાણ્યા સખ્શ વિરુધ ગુન્હો નોંધી કાર સહીત સવા ત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર જીલ્લાના નાઘેડી ગામેથી જામનગર તરફ જતા રસ્તે પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન નવાપરા કેનાલ નજીકથી એક આઈ ટવેન્ટી કાર જેના નં.જીજે-3-એચકે-૨૯૩૫ માંથી દારૂની ૬૩ બોટલ જેની કિંમત રૂ.25200નો જથ્થો મળી આવતા પોલીસે કાર સહીત રૂ.325200નો મુદ્દામાલ જપ્ત કરી ફરારી આરોપી વિરુધ પ્રોહીબીશન એક્ટ હેઠળ પંચકોશી બી ડીવીઝન દફતરમાં ગુન્હો નોંધી આરોપીની તપાસ હાથ ધરી હતી.