ભાણવડ માં સતવારા સમાજ ખાતે કોરોના રસીકરણ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૪૫ વર્ષ ઉપરના ૭૦ જેટલા લોકોને કોવિડ રસીનો પહેલો ડોઝ આપવામાં આવેલ અને ૧૦૦ જેટલા લોકોને બીજો ડોઝ આપવામાં આવેલ. વધુમાં ભાણવડ માં હાલ કોરોના સંક્રમણ વધતું હોય તૅનૅ ઘ્યાનૅ લય વધુમાં વધુ લોકો રસી લે જેથી ભવિષ્યમાં કોરોનાને લીધે થતી ઘાતક અસરથી બચી શકાય એમ તાલુકા હેલ્થ ઓફિસર ડો.પ્રકાશ ચાંડેગ્રા એ જણાવ્યું હતું.