Saturday, December 6, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયભારતની કોવાકસિન રસી મેળવવા બ્રાઝિલનો ઇન્કાર

ભારતની કોવાકસિન રસી મેળવવા બ્રાઝિલનો ઇન્કાર

ભારત બાયોટેક કંપનીએ બ્રાઝિલના સતાવાળાઓને અરજી મોકલી હતી

બ્રાઝિલમાં ડ્રગનું નિયંત્રણ કરતી સંસ્થાનું નામ અનવિશા છે. આ સંસ્થા સમક્ષ ભારતની ભારત બાયોટેક કંપનીએ અરજી કરી હતી. અને બ્રાઝિલ ખાતે પોતાની વેકિસન કોવાકસિન મોકલવા અંગે મંજૂરી માંગી હતી. અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે બ્રાઝિલે આ વેક્સિન મેળવવાનું ઇન્કાર કરી દીધો છે.

- Advertisement -

બ્રાઝિલની સરકારે આ વેક્સિન અંગે જણાવ્યું છે કે, ભારતની આ કંપની રસી બનાવતી વખતે કોરોના વાયરસને સંપૂર્ણ રીતે મૃત અથવા ઇનએકટીવેટ કરતી નથી. તેના માટે કંપની યોગ્ય પગલાં ઉત્પાદન વખતે લેતી નથી. તેથી અમો ભારતની આ વેક્સિન મેળવવા ઇચ્છતા નથી.

આ ઉપરાંત બ્રાઝિલના ડ્રગ ક્ધટ્રોલરના જણાવ્યા પ્રમાણે ભારત બાયોટેકની કોવાકસિન નામની વેક્સિનની ક્ષમતા અને દર્દીના શરીરમાં એનટીજન પૂરતા પ્રમાણમાં પેદા કરવાની ક્ષમતા કંપનીની વેક્સિનના દરેક ડોઝમાં અલગ અલગ હોય છે. આ બધી બાબતોને કારણે આ વેક્સિન સલામત છે એવી ખાતરી ન આપી શકાય અને આ રિપોર્ટના આધારે બ્રાઝિલે આ વેક્સિનના બે કરોડ ડોઝ મેળવવાની ના પાડી દીધી છે.

- Advertisement -

નવાઇની વાત એ છે કે, ભારત સરકારે આ વેક્સિનને મંજૂરી આપી છે. તો ભારતની એજન્સીએ બ્રાઝિલની એજન્સી સાથે આ બાબતે કોઇ વાતચીત શા માટે નથી કરી? શા માટે વાંધો નથી લીધો? આ આખો રિપોર્ટ બેંગ્લોરની વિજ્ઞાન ક્ષેત્રની ફ્રી લાન્સ મહિલા પત્રકાર પ્રિયંકા પૂલ્લા દ્વારા ભારતમાં જાહેર કરવામાં આવતાં સનસનાટી મચી ગઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular