જામનગર શહેર જિલ્લા ફરતે કોરોનાનો અજગરી ભરડો સ્થિતિ કાબૂ બહાર જઇ રહી છે. જામનગરમાં કોરોના મહામારીનું સંક્રમણ અનેક ગણી ઝડપે વધી રહ્યું છે. પોઝિટીવ દર્દીઓની સંખ્યા 500ની નજીક પહોંચી ચૂકી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 324 અને ગ્રામ્યના 159 કેસ મળી 483 કેસ નોંધાયા છે. તો 159 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગર શહેરમાં કોરોનાના કારણે અનેક દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. પરંતુ સરકારી ચોપડે માત્ર 24 દર્દીઓના મોત થયાનો દર્શાવાય રહ્યું છે.
જામનગર જિલ્લામાં કોરોના પોઝિટીવનો આંક 500 તરફ આગળ વધી રહ્યો છે. જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બેડ પણ ફુલ થઇ ચૂક્યા છે. જી.જી.હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઇનો લાગી છે. એમ્બ્યુલન્સમાં પણ દર્દીની સારવાર આપવામાં આવી રહી છે. કોરોનાનું સંક્રમણ વધતાં પરિસ્થિતિ વણસતી જઇ રહી છે. જામનગર શહેરમાં 324 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 159 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 159 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 50 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 294382 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 231733 સેમ્પલનું પરીક્ષણ થયું છે. એક જ દિવસમાં 483 દર્દીઓ નોંધાયા હોય જામનગરમાં કોરોના વિકરાળ બનતો જઇ રહ્યો છે. કોવિડ હોસ્પિટલ પોઝિટીવ દર્દીથી ઉભરાઇ રહી છે.