કોરોનાની મહામારીને અટકાવવા માટે સૌરાષ્ટ્રના શહેરો તથા ગામડાંઓએ સ્વયંભૂ બંધના એલાનો આપીને આ મહામારીને અટકાવવાના પ્રયત્નો શરુ કરેલ છે. તે મુજબ ધ્રોલની ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા. 12 એપ્રિલ થી 18 એપ્રિલ સુધી બપોરના 2 વાગ્યાથી દરેક નાના-મોટા વેપારીઓએ બંધ પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે મુજબ ધ્રોલના તમામ નાના-મોટા વેપારીઓએ સ્વૈચ્છાએ બંધ પાળેલ હતો.
કોરોના-2ની પરિસ્થિતિને અનુલક્ષીને ચેમ્બર ઓફ કોમર્સ તથા સંલગ્ન સાત એસોસિએશનના આગેવાનોએ આ બાબતે સ્વૈચ્છાએ લોકડાઉનના સમયગાળાને ફરીનથી તા. 19 થી 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. આ લોકડાઉનમાં દૂધની ડેરી, દવાખાનાઓને ખુલ્લા રાખવાની છૂટ રહેશે.