Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કુતરુ કરડવા બાબતે બે પરિવારજનો વચ્ચે અથડામણ

જામનગરમાં કુતરુ કરડવા બાબતે બે પરિવારજનો વચ્ચે અથડામણ

યુવાનને કુતરુ કરડતા માર મારતા મામલો બીચકયો : બન્ને પરિવાર દ્વારા સામસામી માર મારી ધમકી આપ્યાની ફરિયાદ

- Advertisement -

જામનગર શહેરના યાદવનગર વિસ્તારમાં આવેલા મહાદેવનગર મુખ્ય રોડ પર કરડેલા કુતરાને મારવા જતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી ઝપાઝપી કરી પતાવી દેવાની ધમકી આપી હતી. આ ઘટનામાં બન્ને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના યાદવનગરમાં આવેલા મહાદેવ નગર મુખ્ય રોડ પર વામ્બે આવાસની બાજુમાં રહેતા સાગર વલ્લભભાઇ રોરિયા નામના યુવાનને તેમની બાજુમાં રહેતા ભરત વરાણિયાનું કુતરુ કરડી જતા સાગરે કુતરાને માર માર્યો હતો. આ બાબતનો ખાર રાખી સોમવારે રાત્રિના સમયે ભરત કારુ વરાણિયા, હાર્દિક ભરત વરાણિયા અને ચેતન ભરત વરાણિયા નામના પિતા અને બે પુત્રો સહિતના ત્રણ શખ્સોએ સાગર ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી તેમજ સાગરના પરિવારજનો વચ્ચે પડતા તેની સાથે ઝપાઝપી કરી ઝઘડો કરી સાગરને પતાવી દેવાની ધમકી આપી હતી.

તેમજ સામા પક્ષે નીતાબેન અને તેના પતિ ભરત વરાણિયા નામના દંપતી ઉપર સાગર રોરિયા, સુનિલ રોરિયા, અરવિંદ રોરિયા અને વલ્લભ રોરિયા સહિતના ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારી લાકડાના ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની જાણ થતા હેકો એ.એન.નિમાવત તથા સ્ટાફે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular