Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર કોંગ્રેસ કાર્યાલયનો કોવિડ કેર કે આરોગ્ય કેન્દ્ર તરીકે ઉપયોગ કરવા રજૂઆત

જામનગર કોંગ્રેસ કાર્યાલયનો કોવિડ કેર કે આરોગ્ય કેન્દ્ર તરીકે ઉપયોગ કરવા રજૂઆત

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

કોરોનાકાળમાં જામનગર શહેર-જિલ્લાની સ્થિતિ કથોડી બની હોય. જી.જી. હોસ્પિટલમાં બેડ પણ ઉપલબ્ધ નથી. જામનગરમાં સરકારી આંકડા મુજબ દરરોજના 400 આસપાસ પોઝિટીવ કેસ આવી રહ્યાં છે. આથી આવી અનેક સમસ્યાઓ દૂર કરવા તેમજ પ્રજાલક્ષી કામગીરી કરવા સાથે મળીને કોરોનાને હરાવવા કોંગ્રેસ પક્ષ પણ સાથે હોય જરુર પડયે કોંગ્રેસ કાર્યાલયનો ઉપયોગ પણ કોવિડકેર કે આરોગ્ય કેન્દ્ર તરીકે કરવા જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા તથા જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા) દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

જેમાં જણાવ્યું છે કે, જામનગર જિલ્લા તેમજ શહેરની હાલ કોરોના મહામારીમાં ખૂબ જ દયનિય અને કફોડી સ્થિતિ છે. જામનગરમાં સરકારી આંકડા મુજબ દરરોજના 400 આસપાસ પોઝિટીવ કેસો આવી રહ્યાં છે અને 100 આસપાસ મૃત્યુ થઇ રહ્યાં છે. સ્મશાનમાં પણ અંતિમ સંસ્કારની જગ્યા નથી અને એમાં પણ જો ટેસ્ટીંગ વધારવામાં આવે તો આ કેસ બમણા પણ થઇ શકે છે. જી.જી. હોસ્પિટલમાં એકપણ બેડ નથી દર્દીઓને બહાર એમ્બ્યુલન્સમાં તેમજ પ્રાઇવેટ ફોરવ્હીલમાં ઓક્સિનની સારવાર અપાઇ રહી છે. ખાનગી હોસ્પિટલમાં ઇલાજના નામે લૂંટ ચાલી રહી છે. રેમડેસિવિર ઇન્જેકશન મળે તો પણ કાળાબજાર દ્વારા લૂંટ ચલાવાઇ રહી છે. સરકારની બેદરકારીનું પરિણામ જામનગર અને ગુજરાતની જનતા ભોગવી રહી છે.

જામનગરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોઇ બેડ ખાલી નથી. તો એ બેડની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવા તેમજ ઓશવાળ હોસ્પિટલ જેવી મોટી હોસ્પિટલ છે તો એમાં કોવિડ હોસ્પિટલ ચાલુ કેમ નહી? તથા સમર્પણ જેવી મોટી હોસ્પિટલમાં બેડ વધારવા ઉપરાંત જામનગરમાં તાત્કાલિક ધોરણે રેમેડેસિવિર ઇન્જેકશન તેમજ ઓક્સિજન પુરતા પ્રમાણમાં મળે. તેવી વ્યવસ્થા કરવા તથા હોસ્પિટલમાં સીસી ટીવીનું લાઇવ પ્રસારણ તથા તેમના સગા-સંબંધીઓ માટે એલઇડી દ્વારા કરાવવા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે. તેમજ કોરોનાને હરાવવામાં કોંગ્રેસ પણ સાથે હોય જરુર પડયે કોંગ્રેસ કાર્યાલયનો ઉપયોગ કોવિડ કેર કે આરોગ્ય કેન્દ્ર તરીકે કરવા પણ રજૂઆત કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular