દેશમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે દિલ્હી બાદ રાજસ્થાનમાં પણ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. રાજસ્થાનમાં ગતરાત્રીથી આગામી 3 મે સુધી 15 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. કોરોનાના વધી રહેલા સંક્રમણને જોતા અશોક ગહેલોતની સરકાર દ્રારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
રાજસ્થાનમાં 3 મે સુધી 15 દિવસનું લોકડાઉન રહેશે. અશોક ગહેલોતની સરકાર દ્રારા આ લોકડાઉનને “ જન અનુસાશન પખવાડિયું” નામ આપ્યું છે. જેમાં મજુરો પોતાના વતન ન જતા રહે તેને ધ્યાનમાં રાખીને બાંધકામનું કાર્ય ચાલુ રહેશે.ઇન્ડસ્ટ્રીઝને પણ લોકડાઉન માંથી છુટ આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, આવશ્યક સેવાઓ સિવાયની તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે. બજારો અને થિયેટરો બંધ રહેશે. આ સિવાય ગૃહ, નાણાં, પોલીસ, જેલ, હોમગાર્ડ, કન્ટ્રોલ રૂમ, અગ્નિશામકો, કટોકટી સેવાઓ, જાહેર પરિવહન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ખાદ્ય અને પુરવઠા વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન, વીજળી, પીવાનું પાણી, સ્વચ્છતા, ટેલિફોન , આરોગ્ય અને કુટુંબિક કલ્યાણ અને તબીબી સંબંધિત સેવાઓ ચાલુ રહેશે.
કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ ઓફિસો અને સંસ્થાઓ ખુલ્લી રહેશે. આ સિવાય તમામ સરકારી અને ખાનગી કચેરીઓ બંધ રહેશે.બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મેટ્રો સ્ટેશન, એરપોર્ટ મુસાફરોથી આવતા ટ્રાફિકને મુસાફરીની ટિકિટ બતાવવા પર મંજૂરી આપવામાં આવશે.રાજ્યમાં આવનારા મુસાફરોએ આરટી પીસીઆર રીપોર્ટ બતાવવો ફરજીયાત રહેશે.
પ્રાઇવેટ ડૉકટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ અને અન્ય તબીબી સેવાઓ તમામ ખાનગી હોસ્પિટલો અને સંબંધિત કર્મચારીઓને ઓળખ કાર્ડ બતાવવા પર કાર્યરત રહેશે.બપોરના 5 વાગ્યા સુધી ખાદ્ય અને કરિયાણા, ફળો અને શાકભાજી, ડેરી અને દૂધની દુકાનો ખુલી રહેશે. શક્ય હોય ત્યાં સુધી તેમના દ્વારા હોમ ડિલિવરીની વ્યવસ્થા કરવામાં આવશે.
તેમજ શાળા,કોલેજો,ગાર્ડન,મોલ, માર્કેટ,બજારો,શોપિંગ કોમ્પ્લેક્ક્ષ, સિનેમાહોલ,સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, જીમ, સ્વીમીંગપુલ, સ્પા, સલુન, બ્યુટી પાર્લર, સામાજિક, ધાર્મિક જેવા મેળાવડાઓ પર પ્રતીબંધ લગાવી દેવામાં આવ્યો છે.