Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયદેશની રાજધાની 6 દિવસ માટે લોક, આ સેવાઓને છૂટ મળશે

દેશની રાજધાની 6 દિવસ માટે લોક, આ સેવાઓને છૂટ મળશે

દેશભરમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે  દિલ્હીની સ્થિતિ અતિ ગંભીર છે. અંહી રોજે 25000થી વધુ કેસ આવી રહ્યા છે. દિલ્હીની મોટાભાગની હોસ્પિટલોમાં આઈસીયુ બેડ નથી, તો ક્યાંક ઓક્સીજનની કમી છે. આ મહામારીને નાથવા માટે દિલ્હીમાં 6 દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

- Advertisement -

દિલ્હીમાં સોમવારે (આજે) રાત્રે 10 વાગ્યાથી 26 એપ્રિલની સવાર સુધી લોકડાઉન લાગુ રહેશે. આ દરમિયાન જરૂર વિના બહાર નીકળવાનું પ્રતિબંધિત રહેશે અને વીક એન્ડ લોકડાઉન જેવા પ્રતિબંધો હશે. મુખ્યમંત્રી કેજરીવાલ દ્રારા પ્રેસ કોન્ફરન્સ કરી આ માહિતી આપવામાં આવી છે. કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હીમાં બેડની ભારે અછત છે. દિલ્હીમાં હોસ્પિટલોમાં દવાઓ ઉપલબ્ધ નથી, ઓક્સિજન નથી. દિલ્હીની આરોગ્ય વ્યવસ્થા વધુ દર્દીઓ સંભાળી શકે એમ નથી, તેથી લોકડાઉન કરવું ખૂબ જ જરૂરી છે.

દિલ્હી સરકારની વેબસાઇટ અનુસાર, હાલમાં દિલ્હીમાં 18130 બેડ છે, જેમાંથી 15104 ફુલ છે, જ્યારે 3026 બેડ ખાલી છે. એમ જ જો ICU બેડ વિશે વાત કરીએ તો કુલ 4206માંથી 4105 ભરાઇ ચૂક્યાં છે અને ફક્ત 101 આઇસીયુ બેડ જ ખાલી છે.

- Advertisement -

કોને છુટ આપવામાં આવશે ?

લોકડાઉન દરમિયાન કેન્દ્ર સરકારના મંત્રાલયો અને કચેરીઓમાં કાર્યરત અધિકારીઓને બહાર નીકળવાની છૂટ રહેશે.

- Advertisement -

આરોગ્ય,પોલીસ,હોમગાર્ડઝ,સિવિલ ડિફેન્સ,ફાયર સર્વિસ,પાણી, સફાઈ,પબ્લિક ટ્રાન્સપોર્ટ તેમજ કોરોના સબંધિત કામથી જોડાયેલા લોકોને લોકડાઉન દરમિયાન છુટ આપવામાં આવશે.

તમામ ન્યાયાધીશો, વકીલો, અદાલતમાં કામ કરતા લોકોને મુક્તિ મળશે.

સરકારી અથવા ખાનગી હોસ્પિટલોમાં કાર્યરત ડોકટરો,નર્સો,કર્મચારીઓને તેમજ હોસ્પિટલ,લેબ,મેડિકલ ઓક્સિજન સપ્લાયર તેમજ આ ક્ષેત્રથી જોડાયેલા તમામ લોકોને બહાર નીકળવાની છુટ

મેટ્રો, બસ સર્વિસ ચાલુ રહેશે, પરંતુ 50 ટકા મુસાફરોને બેસવાની મંજૂરી રહેશે. દિલ્હીમાં બેન્ક અને એટીએમ ખુલ્લાં રહેશે

દિલ્હીમાં તમામ થિયેટર, ઓડિટોરિયમ, સ્પા, જિમ, સ્વિમિંગ પૂલ બંધ રહેશે. 

 જે પહેલેથી જ લગ્ન કાર્યક્રમ નક્કી છે એને છૂટ મળશે, પણ માત્ર 50થી ઓછા લોકોને જ બોલાવી શકાશે. અને આ માટે પણ ઇ-પાસ લેવો પડશે.

દિલ્હીમાં બેન્ક અને એટીએમ ખુલ્લાં રહેશે, સાથે પેટ્રોલ પંપ પણ ચાલુ રહેશે. ધાર્મિક સ્થળો પણ ખુલ્લાં રહેશે, પણ કોઈ મુલાકાતીને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular