જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ આઉટ ઓફ કન્ટ્રોલ બની ગયું છે અને રવિવારે કોરોનાનું ભયાનક રૂપ જોવા મળ્યું છે અને જામનગરના રેકોર્ડ કહી શકાય રવિવાર સુધીના 24 કલાક દરમિયાન 95 દર્દીઓના મૃત્યુ નિપજતા ભારે હાહાકાર સર્જાઈ ગયો છે. ઉપરાંત દિનપ્રતિદિન કેસનો આંકડો 300 ને પાર પહોંચતો જાય છે. પરંતુ જામનગર શહેરમાં છેલ્લાં 48 કલાક દરમિયાન શનિવારે 194 અને રવિવારે 236 મળી કુલ 428 પોઝિટિવ અને ગ્રામ્ય વિસ્તારમાં શનિવારે 124 અને રવિવારે 132 મળી કુલ 256 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે શનિ-રવિ દરમિયાન શહેરમાં 233 દર્દીઓ અને ગ્રામ્યમાં 174 દર્દીઓ સાજા થયા હતાં.
જામનગર જિલ્લામાં ભયાનક સ્થિતિમાં કોરોનાની સારવાર દરમિયાન દર 10 મિનિટે એક વ્યકિત સારવારમાં ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે. જામનગર શહેરમાં શનિવારેે 194 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે 132 દર્દીઓ સાજા થયા હતાં. તેમજ રવિવારે 234 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં અને 101 દર્દીઓ સાજા થયા હતાં અને ગ્રામ્ય વિસ્તારમાં શનિવારે 124 પોઝિટિવ કેસ અને 92 દર્દીઓ સાજા થયા હતાં અને રવિવારે 132 પોઝિટિવ અને 82 દર્દી સાજા થયા હતાં. ઉપરાંત જામનગરમાં શનિવારે 64ના મોત મોત નિપજ્યા હતાં અને રવિવારે 95 દર્દીઓના મોત થયા હતાં. આમ જિલ્લામાં બે દિવસ દરમિયાન 130 થી વધુ દર્દીઓ મોત નિપજ્યા હતાં.
તેમજ રાજ્યમાં રવિવારે સાંજ સુધીમાં આવેલા કોવિડના આંકડાઓ મુજબ રેકોર્ડબ્રેક 10340 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે 3981 દર્દીઓ સાજા થયા હતાં તેમજ રવિવારે સાંજ સુધીમાં રાજ્યમાં 110 દર્દીઓના મોત થયા હતાં. જેમાં અમદાવાદ કોર્પોરેશન 27, સુરત કોર્પોરેશન 24, રાજકોટ કોર્પોરેશન 9, વડોદરા કોર્પોરેશન 8, જામનગર કોર્પોરેશન 3, ગાંધીનગર કોર્પોરેશન 1 જ્યારે સુરન્દ્રનગરમાં 7, ગાંધીનગરમાં 4, સુરત 4, ભરૂચ 3, જામનગર 3, બનાસકાંઠા 2, મહેસાણા 2, મોરબી 2, રાજકોટ 2, સાબરકાંઠા 2, વડોદરા 2 અને અમદાવાદ-અરવલ્લી-દેવભુમિ દ્વારકા-જૂનાગઢ-ખેડામાં 1-1 દર્દીના મોત નિપજ્યા હતાં.
જામનગરમાં સોમવારે જી.જી.હોસ્પિટલમાં કુલ 1676 બેડની વ્યવસ્થા સામે 1676 ભરાઇ ગયા છે. જ્યારે વેન્ટીલેટરની ફેસેલીટીવાળા 235 બેડની વ્યવસ્થામાં તમામ બેડ ફુલ થઈ ગયા છે. આમ જી.જી. હોસ્પિટલમાં આજેસવારની પરિસ્થિતિમાં કલેકટર રવિ શંકરના જણાવ્યા અનુસાર 1911 બેડની સામે 1911 બેડ ભરાઇ ગયા છે. જામનગર શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં છેલ્લાં ઘણાં દિવસથી કોવિડના દર્દીઓ માટે એકપણ જગ્યા ખાલી નથી. જેના કારણે જામનગર શહેર જિલ્લામાં પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ કથળી રહી છે. અહીંની સરકારી હોસ્પિટલમાં છેલ્લાં બે દિવસથી હોસ્પિટલની બહાર 20-20 એમ્બ્યુલન્સો કતારમાં ઉભી હોય છે અને હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી દર્દીઓને એમ્બ્યુલન્સમાં વારો ન આવે ત્યાં સુધી સારવાર આપવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેની સામે શહેર અને જિલ્લામાં વેકિસનેશન આપવામાં 50 ટકાનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત તા.11 એપ્રિલથી જામનગર શહેરમાં વેકિસનેશન આપવાની કામગીરીમાં કોઇપણ કારણસર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પૂર્વે દરરોજ 4000 જેટલા લોકોને વેકિસનેશન આપવામાં આવતી હતી પરંતુ હાલ વેકિસનેશનમાં અનેકગણો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજની તારીખે દરરોજ માત્ર 2000 જેટલા લોકોને વેકિસનેશન આપવામાં આવે છે.
ઉપરાંત રાજ્યમાં કુલ 88,80,954 વ્યકિતઓને કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ અને 14,07,058 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 1,02,88,012 લોકોને રસીકરણના ડોઝ અપાયા છે. રવિવારે સાંજ સુધીમાં 45 થી 60 વર્ષના અને 60 વર્ષ વધુની ઉંમરના 65,901 લોકોને પ્રથમ જ્યારે 43,966 ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.