દ્વારકામાં શનિવારે રાત્રિના સમયે એક દુકાનની બહાર બેસીને ટીવી ઉપર રમાઇ રહેલા આઈપીએલ લાઈવ ક્રિકેટ મેચમાં વિવિધ રીતે ચિઠ્ઠી નાખી, ક્રિકેટના સટ્ટા મારફતે પૈસાની હારજીત કરતા હસમુખ ઉર્ફે કાચબો સવજીભાઈ જોશી, અતુલભા કાયાભા સુમણિયા, માણેકભા નાથાભા માણેક અને જાલુભા કનૈયાભા કેર નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ કુલ રૂા.11,725 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.