Friday, January 3, 2025
Homeરાજ્યગુજરાતસાંસદો અને ધારાસભ્યો પોતાની રીતે 100-100 બેડના કોવિડ સેન્ટર તાકિદે બનાવે: પાટીલ

સાંસદો અને ધારાસભ્યો પોતાની રીતે 100-100 બેડના કોવિડ સેન્ટર તાકિદે બનાવે: પાટીલ

- Advertisement -

ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો અને સાંસદો જો પોતાના પ્રદેશ અધ્યક્ષના હુકમનું પાલન કરશે તો ટૂંક સમયમાં કોવિડના દર્દીઓ માટે 14,500 નવી પથારીઓ ઊભી થઇ જશે. સરકારે કરેલી વ્યવસ્થા સિવાય આ નવી વ્યવસ્થા ઊભી થઇ શકે છે, અલબત્ત જો શેઠની શિખામણ ઝાંપા સુધી ન રહે તો. હાલ ગુજરાતમાં ભાજપના 111 ધારાસભ્યો, 26 લોકસભાના અને 8 રાજ્યસભાના સાંસદો છે અને આ તમામ મળીને કુલ 145 ચૂંટાયેલાં પ્રતિનિધિઓને પાટીલે પોતાના વિસ્તારમાં કોરોનાના દર્દી માટે 100-100 પથારીની સરકારી સિવાયની વ્યવસ્થા ઊભી કરવા જણાવ્યું છે.

- Advertisement -

પાટીલે રવિવારે ગુજરાત પ્રદેશ ભાજપના પદાધિકારીઓ, કારોબારી સભ્યો, જીલ્લા અને મહાનગરના પ્રમુખો, ધારાસભ્યો ,સાંસદો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટાયેલી પાંખના સભ્યો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. તેમાં તેમણે આદેશો આપ્યાં છે. તેમણે કહ્યું કે ભાજપ જીલ્લા-મહાનગરમાં હેલ્પડેસ્ક અને પ્રદેશ કક્ષાએ હેલ્પલાઇન શરૂ કરશે જેમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડ વેન્ટિલેટર,ઓક્સિજનની માહિતી દર કલાકે મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular