દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માસ્ક પહેરવા, વાહનમાં વધુ મુસાફરો ભરવા, સહિતના મુદ્દે જાહેરનામાનો ભંગ કરવા અંગે જિલ્લાના જુદાજુદા પોલીસ મથકમાં કુલ 19 શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાહેરનામા ભંગ અંગેના ગુના સબબ ખંભાળિયામાં ધીરા દેશુર વાનરીયા, દિનેશ માંડણ પિંડારીયા અને રણજીતસિંહ કારૂભા વાઘેલા સામે, જ્યારે તાલુકાના સલાયા ખાતે સદામ હુસેન અબ્બાસમિયા સૈયદ સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
આ ઉપરાંત ભાણવડમાં કારા હરજીભાઈ સોનગરા, હરીશ મુરૂભાઈ સોલંકી અને ભીખુ આરબી હિંગોરા સામે, કલ્યાણપુરમાં અરવિંદ રામજીભાઈ પરમાર, રાજમલ રામલાલ જાટ, રણમલ મનસુખ વાઘેલા અને પ્રભુ શિવલાલ ધોરિયા સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
આ જ રીતે દ્વારકામાં જગા આલાભાઈ નાગેશ, નિતીન માધુભાઈ ચાવડા સામે, ઓખામાં આસિફ રજાક સુંભણીયા, સંજય આવડા મોઢવાડિયા, રાજુ સવદાસ મોઢવાડિયા, દાનીશ રજાક કાદરી અને આફતાબ હારૂન સમા સામે અને રવાભા મુરુભા માણેક સામે મીઠાપુર પોલીસે જાહેરનામા ભંગની કલમ 188 મુજબ કાર્યવાહી કરી હતી.