જામનગર શહેરમાં જી.જી.હોસ્પિટલ પાછળ જયંત સોસાયટીમાં રહેતા અને અખબાર સાથે જોડાયેલા યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં જી. જી. હોસ્પિટલ પાછળ આવેલી જયંત સોસાયટીમાં રહેતા દેવેન્દ્રભાઈ શિયાણી નામના યુવાને રાત્રિના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી જ્યાંથી યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હોસ્પિટલ ખાતે પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી ? તે અંગેની તપાસ આરંભી હતી.