દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના અંગે જિલ્લા કલેકટર દ્વારા વિવિધ પ્રતિબંધો સાથેનું જાહેરનામું અમલમાં છે. ત્યારે ગઈકાલે બુધવારે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે એક જ્ઞાતિની વાડી પાસે રાવલ- બારીયાધારના રહીશ હોથીભાઈ બાબુભાઈ ગામી નામના એક શખ્સે પોતાના જી.જે. 06 એ.વી. 1074 નંબરના બોલેરો વાહનમાં ડી.જે. સાઉન્ડ સિસ્ટમ ગોઠવી અને માસ્ક પહેર્યા વગર લગ્ન પ્રસંગમાં એકત્ર થયેલા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ ન રખાવી, જાહેરનામાનો ભંગ કરતાં કલ્યાણપુર પોલીસે હોથીભાઈ ગામી સામે આઈ.પી.સી. કલમ 188, 269 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.
ખંભાળિયા તાલુકામાં જાહેરનામા અંગેનો અનાદર કરવા બદલ ભરતસિંહ ભાયાજી જાડેજા, સુનિલસિંહ અજીતસિંહ કેર, સલીમ ઇશાક સુંભાણીયા અને કાના ગોવિંદભાઇ કાથરાણી સામે ખંભાળિયા પોલીસે જ્યારે ઈસ્માઈલ હુશેન સંઘાર સામે વાડીનારમાં અને અબ્દુલ ગની સુંભાણીયા સામે સલાયા મરીન પોલીસ મથકમાં કલમ 188 મુજબ ગુનો નોંધાયો છે.
આ જ રીતે દ્વારકામાં ધાંધાભા નુંઘાભા માણેક, ઓખામાં કૈઈઝ શબીર શેખ અને સલીમ આમદ અસવાણી સામે જ્યારે મીઠાપુરમાં મનોજ દેવાભાઇ પાડલિયા અને દાઉદ ઈબ્રાહીમ ભૂસર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ભાણવડમાં રેનીસ હીરાભાઈ કારેણા, નારાયણ સરમણ મોરી અને રમેશ ડાયાભાઈ રાજાણી સામે પોલીસે કાર્યવાહી કરી હતી. આ જ રીતે કલ્યાણપુર તાલુકામાં દાના સુરાભાઈ, ઘેલા કાયાભાઈ, રાજશી દેવાતભાઈ, રાજેશ નારણભાઈ અને લાલા કારૂભાઇ સોઢા સામે સ્થાનિક પોલીસમાં કલમ 188 વિગેરે મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.