ગોંડલ સંપ્રદાયના પરમશ્રદ્રેય પૂ. ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી પ્રવર્તિની પૂ. પુષ્પાબાઈ મ.સ. આજે તા.15/4/2021 ના સવારે 8-55 કલાકે કાળધર્મ પામ્યા છે.
ઝાંઝીબાર (આફ્રિકા)માં પિતા કાંતિભાઈ ભીમજી મહેતા અને માતા નવલબેન ગૃહાંગણે જન્મેલા કુંદનબેન અને પુષ્પાબેનનો જન્મ વિ.સં.1996 માં થયો હતો અને 9 ધોરણ સુધી શૈક્ષણિક અભ્યાસ બાદ પડધરીમાં માતા નવલબેન અને બન્ને પુત્રીઓ સહિત તા.1/12/1957, રવિવારના આચાર્ય પૂ. જશાજી સ્વામીના પ્રશિષ્ય સરલ સ્વભાવી પૂ. દેવરાજજી મ.સા.ના હસ્તે 18 વર્ષની ઉંમરે ભાગવતી દીક્ષા સાધ્વીજી પૂ. અંબાબાઈ મ.સ. અને પૂ. સમરતબાઈ મ.સા.ની સમીપે અંગીકાર કરી હતી.
વડી દીક્ષા આચાર્ય પૂ. પુરૂષોતમજી મ.સા.ના હસ્તે થઈ હતી. દીક્ષાબાદ સિદ્ધાંતાચાર્યનો અભ્યાસ અને આઠ આગમ કંઠસ્થ કર્યા હતાં.
પુ.ધીરગુરૂદેવ પ્રેરિત શ્રાવક જીવનોપયોગી જૈનાગમમાં સંપાદક મંડળમાં કાર્યરત હતાં. રાજકોટના નરોતમ મુલજી ભીમાણીના સંસારી ભાણેજ હતાં. પૂ. મહાસતીજીની વૈયાવચ્યમાં અંતેવાસી પૂ. સુશીલાજી મ.સા., પૂ. પ્રવિણાજી મ.સા., પૂ. ઉષાજી મ.સા., પૂ. પુનિતાજી મ.સા. કાર્યરત હતાં. શ્રી ઈન્દ્રપ્રસ્થનગર સંઘ ખાતે એડનવાલા આરાધના ભવનમાં બિરાજીત હતાં. ડો. સંજય શાહ, જયશ્રીબેન શાહ, સી.એમ.શેઠ, પ્રકાશ વસા વગેરે સેવારત હતાં.
તાજેતરમાં બે મહિના ઈનદ્રપ્રસ્થનગર સંઘમાં પૂ.પુષ્પાબાઇ મ.સા. પ્રવર્તિની પૂ. વનિતાબાઈ મ.સા. શાસ્ત્ર વાંચણી કરીને ધન્ય બન્યા હતાં.પૂ. મહાસત્તીજીની ચિરવિદાયથી જૈન શાસન અને સંપ્રદાયને મોટી ખોટ પડી છે. પૂ.શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં તા.18 ને રવિવારે ગુણાંજલિ યોજાશે. તેમ તારક વોરા અને ભારતેશ કામદારની યાદીમાં જણાવાયું છે.