ગુજરાતમાં ચારેબાજુ કોરોના મહામારી વચ્ચે ભરઉનાળે આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. મંગળવારની મોડીરાતથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવનના સૂસવાટા સાથે વરસાદ તૂટી પડયો હતો. તો કેટલાક વિસ્તારમાં વાદળો છવાયા છે. વાતાવરણમાં એકાએક પલ્ટો આવતાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. જાણવા મળી રહયા છે કે, અમરેલી, પંચમહાલ, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા જિલ્લામાં એકાએક વાદળછાયું વાતાવરણ છવાઇ ગયું છે. અમરેલીના રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હિંડોરણા, છતડીયા સહિતના આસપાસના ગામોમાં વરસાદી છાંટા પડયા હતા. રાજયના અનેક વિસ્તારોમાં અચાનક કાળા ડિબાંગ વાદળોએ લોકોની સાથે ખેડૂતોનો જીવ અધ્ધર કરી દીધો છે.