Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઅમદાવાદમાં માત્ર 15’દિમાં ઉભી થઇ જશે 900 બેડની હોસ્પિટલ

અમદાવાદમાં માત્ર 15’દિમાં ઉભી થઇ જશે 900 બેડની હોસ્પિટલ

ભારત સરકાર તથા DRDOની સંયુકત કામગીરી

- Advertisement -

કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દર્દીઓને સારામાં સારી સારવાર આપવા માટે ગુજરાત સરકારે ભારત સરકારના ગૃહ મંત્રાલયના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના સહયોગથી અમદાવાદમાં 900 બેડની સંપૂર્ણ સુવિધાસજ્જ ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરવાની અભૂતપૂર્વ પહેલ કરી છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ક્ધવેન્શન સેન્ટરમાં આગામી બે અઠવાડિયામાં આ હોસ્પિટલ કાર્યરત કરાશે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ પ્રધાન નીતિન પટેલે ગાંધીનગરમાં કોર કમિટીની બેઠકમાં હોસ્પિટલના નિર્માણની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

- Advertisement -

અમદાવાદમાં 13ર ફૂટ રીંગ રોડ પર આવેલા ગુજરાત યુનિવર્સિટીના ક્ધવેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 900 બેડની ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં 150 આઇ.સી.યુ. બેડ હશે, જયાં 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. તમામે તમામ 900 બેડ ઓક્સિજનની સુવિધા સાથેના હશે. જો જરુર પડે તો વધુ 500 પથારીઓ વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એવું તમામ આયોજન કરવામાં આવ્યું છે.

રૂપાણીએ ગુજરાતમાં કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર આપી શકાય એ માટે વ્યવસ્થાઓ વધારવામાં મદદરૂપ થવા ગુજરાત સરકારે ભારત સરકારને વિનંતી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ અભૂપૂર્વ પહેલને સાકાર કરવામાં મદદ કરી છે. મુખ્યપ્રધાને આ માટે કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે.

- Advertisement -

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ક્ધવેન્શન સેન્ટરમાં આગામી બે અઠવાડિયામાં આ હોસ્પિટલ ઉભી કરાશે. જેના સંચાલનની જવાબદારી રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માને સોંપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ર્ડા. હિમાંશુ પંડયા અને ડીઆરડીઓના કર્નલ બી. ચૌબે ઉપરાંત ગુજરાત સરકારના સંલગ્ન વિભાગના અધિકારીઓ આ હોસ્પિટલના સંચાલનમાં સહયોગ આપશે.

900 બેડની આ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ અને ક્રિટીકલ કેરની સુવિધા હશે. આ સ્થળે દર્દીઓ માટે ટોઇલેટ-બાથરૂમ જેવી તમામ સુવિધાઓ હશે. હેલ્પડેસ્ક ઉપરાંત દર્દીઓ અને તબીબો તથા પેરામેડીકલ સ્ટાફ માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા હશે. ફરજ બજાવતા તબીબો અને પેરામેડીકલ સ્ટાફ માટે રેસ્ટરૂમની વ્યવસ્થા પણ ઉભી કરાશે. ગુજરાત ઓકિસજનની બાબતમાં સ્વનિર્ભર છે અને કેન્દ્રની આ બાબતમાં કોઈ મદદ મળતી નથી. માહિતીના અભાવે કેટલાંક રાજ્યો ગુજરાત પર ખોટા આક્ષેપો કરે છે. ઉપાયોમાં સાતત્યની ખામીને કારણે કેસ અને મૃત્યુઆંક વધ્યો છે. ઉપરાંત દુનિયાભરમાં લોકોમાં આત્મસંતુષ્ટિ અને ભ્રમની સ્થિતી જવાબદાર છે. રસી અપાઈ રહી છે પરંતુ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ કારગર ઉપાય હોવાનું તેમણે જણાવ્યું હતુ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular