Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયવિશ્વના 80 દેશોમાં રસીની નિકાસ કરનાર ભારત, હવે વેકસીનની આયાત કરશે

વિશ્વના 80 દેશોમાં રસીની નિકાસ કરનાર ભારત, હવે વેકસીનની આયાત કરશે

- Advertisement -

કોરોના વાયરસ સામેની લડાઈમાં રસીકરણ અભિયાનને વેગ આપવા રસીની ઉપલબ્ધતા વધારવા કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. વિશ્વમાં જે દેશોમાં કોવિડ 19 વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી હોય તેને માન્યતા આપવાના પ્રસ્તાવને ભારત સરકારે મંજૂરી આપી છે.

- Advertisement -

નેશનલ એકસપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ 19ની બેઠકમાં નિર્ણય લેવાયો કે કોરોના વિરૂદ્ધ જે વેક્સિન વિદેશમાં બની છે અને ડબલ્યુએચઓની યાદીમાં સામેલ છે તેના ભારતમાં ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવે. નિષ્ણાંતોની પેનલે ભલામણ કરી હતી કે એ રસીને ભારતમાં ઉપયોગની મંજૂરી આપી શકાય જે વિદેશમાં વિકસીત અથવા તૈયાર કરવામાં આવી છે. અમેરિકા, યુરોપ, જાપાન, રશિયા જેવા દેશોએ મંજૂરી આપી હોય અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ઈમરજન્સી ઉપયોગની યાદીમાં સામેલ હોય તેવી તમામ વેક્સિનને ભારતમાં મંજૂરી આપવી જોઈએ. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર વિદેશી રસીને મંજૂરીના નિર્ણયથી ભારતમાં રસીની ઝડપી ઉપલબ્ધતા, જથ્થાબંધ આયાત અને ઘરેલુ ક્ષમતા વધારવાને પ્રોત્સાહન મળશે. દેશમાં વેક્સિનની કુલ ઉપલબ્ધતા વધશે. ભારતમાં હાલ કોવીશિલ્ડ, કોવેક્સિન અને તાજેતરમાં રશિયન વેક્સિન સ્પૂતનીક વી ને મંજૂરી આપવામાં આવી છે. વિદેશથી આયાત થનાર વેક્સિનને સૌપ્રથમ 100 વ્યક્તિ પર ઉપયોગ કરાશે. 7 દિવસ સુધી તેમનું નિરીક્ષણ કરાશે ત્યાર બાદ એ વેક્સિનને રસીકરણ અભિયાનમાં સામેલ કરાશે. 10-12 દિવસમાં સ્પૂતનીક વી વેક્સિન સામાન્ય લોકોને ઉપલબ્ધ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular