જી. જી. હોસ્પિટલમાં કોરોનાની સારવાર અંગે જામનગર કોંગ્રેસ દ્વારા અધિક્ષક સાથે ચર્ચા
જામનગર શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. જામનગરની જી.જી.હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. હોસ્પિટલમાં બેડ હાઉસફૂલ થઇ રહ્યા છે. જેને ધ્યાને લઇ જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ જામનગર જી.જી.હોસ્પિટલના અધિક્ષક ડો.તિવારી સાથે ચર્ચા કરી હતી.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ જીવણભાઇ કુંભારવડીયા, પૂર્વ વિરોધપક્ષ નેતા અલ્તાફ ખફી તથા જામનગર મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરો ઉપસ્થિત રહી કોરોના સારવાર સંબંધી રજૂઆત અને ચર્ચા કરી હતી.